For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Local Body Election Result 2021: નારણપુરા વોર્ડથી ભાજપના ઉમેદવાર Brindaben Surti બિનહરીફ ચૂંટાયા

Gujarat Local Body Election Result 2021: નારણપુરા વોર્ડથી ભાજપના ઉમેદવાર Brindaben Surti બિનહરીફ ચૂંટાયા

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થતા પહેલાં જ ભાજપે એક સીટ પર જીતનો પરચમ લહેરાવી દીધો છે. ભાજપના ઉમેદવાર Brindaben Surti (બ્રિંદાબેન સુરતી) અમદાવાદ મ્યૂનિસિપલ કોર્પોરેશનના નારણપુરા વોર્ડથી બિનહરીફ ચૂંટાયાં છે. નોંધનીય છે કે વિવિધ કારણોસર અન્ય ઉમેદવારોનું નોમિનેશન રદ્દ થઈ ગયું હતું, જે બાદ બ્રિંદાબેન એકમાત્ર ઉમેદવાર રહ્યાં હતાં. આ વોર્ડમા આવેલી 4 સીટમાની OBC આરક્ષિત સીટ પરથી તેઓ ચૂંટાયા છે.

ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

બ્રિંદાબેન સુરતીના પ્રતિસ્પર્ધી અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકા બેને મંગળવારે નોમિનેશન પરત ખેંચવાની છેલ્લી તારીખે પોતાનું નોમિનેશન પરત ખેંચી લીધું હતું, તેના આગલા દિવસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પુષ્પાબેનનું નોમિનેશન રદ્દ થયું હતું. જેથી બ્રિંદાબેન એકમાત્ર ઉમેદવાર રહેતાં તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં.

હવે ત્રણ સીટ પર થશે મતદાન

હવે ત્રણ સીટ પર થશે મતદાન

આ વોર્ડમાં આવેલી ચાર સીટમાંથી નારણપૂરામાં હવે માત્ર 3 વોર્ડ માટે જ મતદાન થશે. 21 ફેબ્રુઆરીએ મતદાન થનાર છે. જેને ધ્યાનમાં રાખી ભાજપે મંગળવારેથી જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ કેમ્પેન શરૂ કરી દીધું છે.

બે બાળકોના નિયમને કારણે નામાંકન રદ્દ

બે બાળકોના નિયમને કારણે નામાંકન રદ્દ

નોંધનીય છે કે વડોદરા અને રાજકોટ નગર નિગમમાં કેટલાક ઉમેદવારોનાં નામાંકન બે બાળકો વાળા નિયમને કારણે રદ્દ થયાં છે. જેમાંના એક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના દીકરા દિપક શ્રીવાસ્તવનું નામાંકન પણ રદ્દ થયું છે. દિપક શ્રીવાસ્તવને ભાજપ તરફથી ટિકિટ ના મળતાં અપક્ષ ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કર્યું હતું.બે બાળકોનો નિયમ શું છે જાણવા માટે અહીં ક્લિક કરો

English summary
Gujarat Local Body Election Result 2021: BJP candidate Brindaben Surti elected unopposed from Naranpur ward
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X