6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની થઇ જીત
6 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ આજે બહાર પડ્યા. જેમાં ભાજપને તમામ 6 મહાનગરપાલિકામાં જીત મળી. ભારે મહેનતે ભાજપ આ તમામ મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાવી શક્યું. સાથે જ તે વાત પણ સ્પષ્ટ થઇ કે પાટીદાર અનામત આંદોલને ભાજપને કેટલી હદે નુક્શાન પહોંચાડ્યું છે. ભાજપે વિકાસનો મુદ્દો છેલ્લે સુધી પકડી રાખ્યો હતો. ત્યારે રાજકોટ જ્યાં માંડ માંડ ભાજપ જીતી છે ત્યાં જ ભાવનગર અને અમદાવાદમાં મોટી સંખ્યામાં ભાજપને જીત મળી છે.
નોંધનીય છે કે શરૂઆતના પરિણામોથી જ ભાજપ તરફી જુકાવ જોવા મળ્યો હતો. બપોરના 3 વાગ્યા સુધીમાં આ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં બીજેપી આગળ છે અને ક્રોંગ્રેસ પાછળ પણ તેમ છતાં ક્રોંગ્રેસે બીજેપીને મહત્વપૂર્ણ જગ્યાએ પછાડી છે. વધુમાં રાજકોટ, વડોદરા અને સુરતમાં રસાકસીનો ખેલ પણ જેવા મળી રહ્યો છે. સૌથી પહેલા ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ હતી.

નોંધનીય છે કે આજે 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા અને 31 જિલ્લા તથા 230 તાલુકા પંચાયતના પરિણામો જાહેર થવાના છે. ત્યારે બપોરના 3 વાગ્યા સુધીના પરિણામો આ મુજબ છે.
| ભાજપ | ક્રોંગ્રેસ | |
| અમદાવાદ | 139 | 52 |
| રાજકોટ | 38 | 34 |
| જામનગર | 38 | 24 |
| ભાવનગર | 34 | 18 |
| સુરત | 82 | 34 |
| વડોદરા | 58 | 14 |
નોંધનીય છે કે ભાજપની જીત તો મળી છે પણ ક્રોંગ્રેસ પણ મોટો ભાગ પડવામાં સફળ રહી છે. ક્રોંગ્રેસે ભાજપના અનેક મતોને તોડ્યો છે અને તે માટે તેને હાર્દિક પટેલ અને તેના અનામત આંદોલનની મદદ મળી છે તે હાલના પરિણામોને જોતા લાગી રહ્યું છે.












Click it and Unblock the Notifications
