For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભામાં ફરીથી નવા લોકાયુક્તને મંજૂરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 2 ઓક્ટોબર: નરેન્દ્ર મોદી તથા રાજ્યપાલ વચ્ચે ચાલી રહેલી રસાકસી ચાલુ રહેતાં ગુજારત વિધાનસભામાં બીજીવાર મંગળવારે ગુજરાત લોકાયુક્ત આયોગ વિધેયક 2013ને મંજૂર કરી દિધો છે. જેમાં રાજભવન દ્વારા આપેલી ભલામણોમાંથી કોઇ મોટો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. નવી તકરાર માટે મેદાન તૈયાર થઇ ગયું છે.

રાજ્યપાલ કમલા બેનીવાલે બે એપ્રિલના રોજ મંજૂર કરવામાં આવેલા વિધેયકને પુનવિચાર માટે ત્રણ સપ્ટેમ્બરના રોજ સરકાર પાસે મોકલવામાં આવ્યો હતો. રાજ્યપાલે પ્રસ્તાવિત કાયદાને 'ન્યાયપાલિકાની મજાક અને જનકલ્યાણના હિતો માટે ઘાતક' ગણાવી હતી. વિવાદાસ્પદ નવા વિધેયકમાં ભ્રષ્ટાચાર વિરોધી લોકાયુક્તની નિયુક્તિમાં મુખ્યમંત્રી તથા સરકારની પ્રમુખતાને સ્થાપિત કરવામાં આવી છે.

narendra-modi

નાણામંત્રી નિતિશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવેલા આ વિધેયકને સદનમાં હાજર એકમાત્ર વિપક્ષી ધારાસભ્ય, ગુજરાત પરિવર્તન પાર્ટીના કેશુભાઇ પટેલના વિરોધ વચ્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. કેશુભાઇ પટેલ આ ધારાસભ્યને સ્થાયી સમિતિમાં મોકલવાની માંગણી કરી રહ્યાં છે. મુખ્ય વિપક્ષી કોંગ્રેસ તથા રાકાંપાના ધારાસભ્યોને કાલે અવ્યવસ્થા ઉભી કરવા બદલ બે દિવસ માટે સસ્પેંડ કરવામાં આવ્યા હતા.

હાલમાં ગુજરાત લોકાયુક્ત કાયદા 1986 અનુસાર લોકાયુક્તને પસંદગીનો અધિકાર રાજ્યપાલ તથા હાઈ કોર્ટના મુખ્ય જજને આપવામાં આવ્યો છે. નવા વિધેયકમાં જોગવાઇ કરવામાં આવી છે કે લોકાયુક્તની નિમણૂંક મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી છ સભ્યોની સમિતિ કરશે.

English summary
The controversial Gujarat Lokayukta Aayog Bill 2013 has been passed by state Assembly on Tuesday after it was returned by Governor Kamla Beniwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X