For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનજીઓએ કહ્યું SCને : ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંક કાયદાનો ભંગ

|
Google Oneindia Gujarati News

kamalaji-modi
નવી દિલ્હી, 11 નવેમ્બર : દિલ્હીમાં એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન (એનજીઓ) લોકાયુક્ત મુદ્દો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારના સમર્થનમાં આવી છે. આ એનજીઓએ સુપ્રીમ કોર્ટ સમક્ષ જણાવ્યું કે ગુજરાતના રાજ્યપાલ કમલા બેનિવાલ દ્વારા ગુજરાતના લોકાયુક્ત તરીકે જસ્ટિસ (રિયાટર્ડ) આર એ મહેતાની નિમણૂંક કાયદાનો ભંગ હોવા ઉપરાંત મંત્રીમંડળના સૂચનની અવગણના કરે છે.

અમદાવાદ સ્થિત એનજીઓ નેશનલ કાઉન્સિલ ફોર સિલિવ લિબર્ટીઝ (એનસીસીએલ)ના સિનિયર કોન્સેલ સોલી સોરાબજીએ જસ્ટિસ બી એસ ચૌહાણની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું છે કે "ગવર્નર સુપ્રીમ કોર્ટના આદેશને બાજુ પર મુકીને કાયદાનો ભંગ કરી રહ્યા છે. તેમણે મંત્રીમંજળની રજૂઆતને પણ અવગણી છે."

એડવોકેટ ઉમેશ શુક્લા સાથે મળીને સોરાબજીએ જણાવ્યું કે ગુજરાત એક્ટ હેઠળ લોકાયુક્તની નિયુક્તિને સુપ્રીમ કોર્ટ કે હાઇ કોર્ટના જજની સમકક્ષ ગણી શકાય નહીં. લોકાયુક્ત ન્યાયિક સત્તા નથી.

એનસીસીએલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અને તેના પર હાઇ કોર્ટે રોકી રાખેલા આદેશના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

English summary
Gujarat Lokayukta's appointment in breach of law: NGO to SC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X