Gujarat Loksabha Election 2024: ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ઉમેદવારો, 14 ટકા પર દાખલ થયા છે ગુનાઓ
Gujarat Lok Sabha Election: હાલ દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોક સભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થવાનું છે. જેમાંથી પ્રથન તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠક માટે અને 89 બેઠકો માટે બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
હવે 7 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થશે. લોકસભાની ચૂંટણીની મતગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે પોતાની પાસે કેટલી મિલકત છે, તે જાહેર કરવી પડે છે. આ અહેવાલમાં આપણે ગુજરાતની 26 બેઠકોના ગુનાહિત ઉમેદવારો વિશે જાણીશું.

ગુજરાતની 26 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 36 ઉમેદવારો એટલે કે 14 ટકા પર ગુના દાખલ થયા છે. આ ઉપરાંત ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા 21 છે, જે કુલ ઉમેદવારો પૈકી 21 ટકા છે.
ગુજરાતમાં ભાજપે તમામે બેઠકો પર 26 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના 4 ઉમેદવારો પર ગુના નોંધાયા છે. જેમાં 2 ઉમેદવારો પર ગંભીર ગુના હેઠળ કેસ નોંધાયા છે. ભાજપમાં 12 ટકા ગુનાહિત ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, અને 8 ટકા ઉમેદવારો ગંભીર ગુનાના આરોપી છે.
જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો, તેણે કુલ 23 ઉમેદવારોને ગુજરાતમાં ટિકિટ આપી છે. કોંગ્રેસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા સૌથી વધુ ઉમેદવારોને ટિકિટ આપી છે. તેમાંથી 6 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી ત્રણ ઉમેદવારો ગંભીર ગુનાના આરોપી છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બે લોકસભા બેઠક ચૂંટણી પર ચૂંટણી લડી રહી છે. જેમાંથી એક ઉમેદવાર ચૈતર વસાવા પર ગંભીર ગુના નોંધાયા છે. આમ આમ આદમી પાર્ટીના 50 ટકા ઉમેદવારો ગંભીર ગુનામાં આરોપી છે.
આ સાથે ગુજરાત લોકસભા ચૂંટણીમાં અપક્ષ 118 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 18 ઉમેદવારો પર ગુના નોંધાયા છે. જેમાંથી 11 અપક્ષ ઉમેદવારો ગંભીર ગુનામાં આરોપી છે. આમ ગુજરાતના કુલ 266 ઉમેદવારોમાંથી 36 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 21 ઉમેદવારો ગંભીર ગુનામાં આરોપી છે.












Click it and Unblock the Notifications
