Gujarat Loksabha Election 2024: ગુજરાત લોકસભાના આ ઉમેદવારો પાસે સૌથી ઓછી મિલકત
Gujarat Lok Sabha Election: હાલ દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોક સભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થવાનું છે. જેમાંથી પ્રથન તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠક માટે અને 89 બેઠકો માટે બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
હવે 7 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થશે. લોકસભાની ચૂંટણીની મતગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે પોતાની પાસે કેટલી મિલકત છે, તે જાહેર કરવી પડે છે. આ અહેવાલમાં આપણે ગુજરાતની 26 બેઠકોના ત્રણ સૌથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવારો વિશે જાણીશું.

બારડોલી લોકસભા બેઠક આદિવાસી માટે અનામત છે. આ બેઠક પર બહુજન સમાજવાદી પાર્ટીએ રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.
રેખાબેન ચૌધરી પાસે કુલ 2000 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આ સાથે તેમની પાસે કોઇ જંગમ સંપત્તિ નથી.
વડોદરા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે નિલેશ જગ્ગનાથ વાસીકરે પોતાની ઉમેદવારી નોંધાવી છે. નિલેશ જગ્ગનાથ વાસીકર 12841 રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. આ સાથે તેમની પાસે કોઇ જંગમ મિલકત નથી.
ગુંજ સત્યની જનતા પાર્ટીએ સાબરકાંઠા લોકસભા બેઠક પરથી કટારા વસંતકુમાર કલ્યાણસિંહને મેદાનમાં ઉતાર્યા છે. કટારા વસંતકુમાર કલ્યાણસિંહ પાસે કુલ 13841 રૂપિયાની સ્થાવર મિલકત છે. આ સાથે કટારા વસંતકુમાર કલ્યાણસિંહ પાસે પણ કોઇ જંગમ મિલકત નથી.












Click it and Unblock the Notifications
