For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં ઠેર ઠેર 'લવ જેહાદ'ના પેમ્ફલેટ્સ વહેંચાતા વિવાદ

|
Google Oneindia Gujarati News

વડોદરા, 10 સપ્ટેમ્બર : પંચમહાલના કલોલમાં તાજેતપમાં 'લવ જિહાદ'નો કિસ્સો બહાર આવ્યો હતો. હવે વડોદરા શહેરમાં 'લવ જિહાદ'ના પેમ્ફલેટ્સ એટલે કે પરચીઓ વહેંચવામાં આવી છે. આ મુદ્દે વિવાદ સર્જાયો છે.

'લવ જિહાદ'ના કેવા પેમ્ફ્લેટ્સ વહેંચાયા છે તે જોવા આગળ ક્લિક કરો...

શું આપે વૈશ્યા બનવું છે?

શું આપે વૈશ્યા બનવું છે?


વડોદરામાં 'લવ જીહાદ' મુદ્દે 'શું આપે વૈશ્યા બનવું છે? ના. તો વાંચો, વિચારો અને વર્તો'ના મથાળા સાથેના પેમ્ફલેટ્સનું વિતરણ મોટા પાયે કરવામાં આવ્યું છે. આ પેમ્ફ્લેટ્સમાં કેટલાક સ્ફોટક આંકડાઓ પણ આપવામાં આવ્યા છે જે ચર્ચાનો વિષય બન્યા છે. આ ઘટનાને પગલે વડોદરા શહેરની પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

વિશ્વ હિન્દુ પરિષદે છપાવ્યા?

વિશ્વ હિન્દુ પરિષદે છપાવ્યા?


વાસ્તવમાં 'વિશ્વ હિંદુ પરિષદ'ના નામે રાજકોટની કોઈ પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા આ પેમ્ફલેટમાં મહિલાઓને ‘શું તમે વેશ્યા બનવા માગો છો?' જેવો સીધો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તેના જવાબમાં તેમને ચેતવવા અને સાવધાની રાખવા માટે કેટલીક હકીકતો આંકડા સાથે રજૂ કરવામાં આવી છે.

હિન્દુ યુવતીઓને ફસાવાય છે

હિન્દુ યુવતીઓને ફસાવાય છે


આ પેમ્ફ્લેટમાં મહિલાઓને કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને પોતાની બીજી, ત્રીજી કે ચોથી પત્ની બનાવે છે. આ બાબતને તેઓ ઈસ્લામની સેવા ગણે છે. આ સિવાય પણ કેવી રીતે મુસ્લિમ યુવકો હિંદુ યુવતીઓને 'ફસાવે' છે તેની વિગતો પણ લખવામાં આવી છે.

હિન્દુ વિસ્તારોમાં વહેંચાયા

હિન્દુ વિસ્તારોમાં વહેંચાયા


વિશ્વ હિંદુ પરિષદે આ વિશે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. પરંતુ અંદરના કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર આ સંસ્થા લોકોમાં જાગૃત્તિ ફેલાવા માટે સમયસર કેટલાક અભિયાનો ચલાવતી રહે છે. વડોદરાના હિંદુ વસતી ધરાવતા ઘણા વિસ્તારોમાં આ પેમ્પલેટ ફરતાં થઈ ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી આ બાબતના મૂળ સુધી પહોંતી શકી નથી.

English summary
Gujarat : Love Jihad related pamphlets started controversy in Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X