બની શકે છે બે નાયબ મુખ્યમંત્રી, CM તરીકે રૂપાણી જ છે ફાઇનલ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ તે અંગે હવે ગણતરીના સમયમાં સ્પષ્ટતા થશે. પણ તે પહેલા સીએમ કરતા ડેપ્યુટી સીએમના નામે બે લોકોને લેવાની વાતે જોર પકડ્યું છે. જો કે ભાજપ દ્વારા આ અંગે સત્તાવાર જાહેર ટૂંક સમયમાં થશે તેવી સંભાવના છે. પણ તે પહેલા વિવિધ નામો અંગે ગુજરાત રાજકારણમાં ભરપૂર અટકળો ચાલી રહી છે. ત્યારે ગાંધીનગરના સૂત્રોએ જણાવ્યુ હતું કે અમિત શાહે નાયબ મુખ્યમંત્રી પદે નીતિન પટેલ તથા ગણપત વસાવાને પસંદ કર્યા છે. જોકે સત્તાવાર નામની જાહેરાત હજી પણ બાકી છે.દરમિયાન રાજયપાલ ભવન ખાતે રાજય મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વૈન સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 182 પ્રતિનિધીઓની યાદી વિધિવત રીતે રાજ્યપાલને સોંપાઈ હતી.

rupani

આ અંગે રાજ્યપાલ ગેઝેટ પ્રકાશિત કરશે. સૂત્રોનું માનવામાં આવે તો હાલના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલ તેમના હોદ્દા પર યથાવત રહેશે જ. જોકે તેમ છતાં મુખ્યમંત્રી પદ માટે ભીખુ દલસાણિયા, વજુભાઇ વાળા, પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને આનંદીબહેન પટેલના નામો પણ સીએમના પદ માટે ચર્ચામાં આવ્યા છે. વધુમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગ મળી હતી અને તેમાં સીએમ પદ માટેના નામની ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રીના નામોની પસંદગી અંગે સટ્ટાબજાર પણ ગરમાયેલું છે.

English summary
Gujarat may have two deputy CM, Rupani name is almost finalized as CM. Read more on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.