હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે.
ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાઈકોર્ટના ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. ચુડાસમાએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે ધોળકા વિધાનસભા વિસ્તારની ચૂંટણી રદ કરવાના હાઈકોર્ટના આદેશ પર રોક લગાવવામાં આવે. એક દિવસ પહેલા જ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે રાજ્ય વિધાનસભા માટે ધોળકા સીટ પર 2017માં થયેલ ચૂંટણીમાં ધાંધલીનો હવાલો આપીને ચૂંટણીને રદ કરી દીધી હતી. હાઈકોર્ટે ચુડાસમાની જીતને પણ અયોગ્ય ઠેરવી દીધી હતી.

હાઈકોર્ટના આદેશ પર ચુડાસમાએ કહ્યુ કસે અમે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારીશુ. આ અંગે રાજ્યના ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે પણ કહ્યુ કે અમે કાનૂની રીતે અપીલ કરીશુ. સાથે જ પ્રદેશ અધ્યક્ષ, મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. આજે એ જ દિવસ છે જ્યારે ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે.












Click it and Unblock the Notifications
