ગુજરાતમાં 2007માં ચૂંટાયેલા ધારાસભ્યોમાં 1 નિરક્ષર અને 2 પીએચડી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં ચૂંટાયેલા ધારાસભ્યોના શિક્ષણનું વિશ્લેષણ કરીએ તો જાણવા મળે છે કે કુલ 182 ધારાસભ્યોમાં 1 ધારાસભ્ય નિરક્ષર છે. આ નિરક્ષર ધારાસભ્ય ભાજપની ટીકિટ પર ચૂંટણી લડ્યા છે. જ્યારે માત્ર બે ધારાસભ્યો પીએચડી કરેલા છે. બંને ધારાસભ્યો ભાજપના છે.
ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 29 એટલે કે 17 ટકા ધારાસભ્યો એવા છે જે ધોરણ 8 કે તેથી પણ ઓછું ભણેલા છે. 182માંથી 77 એટલે કે માત્ર 43 ટકા ધારાસભ્યો સ્નાતક કે તેથી વધારે શિક્ષણ મેળવેલા છે.
રાજ્યમાં નરોડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને હાલ જેલમાં કારાવાસની સજા ભોગવી રહેલા પૂર્વ ધારાસભ્ય ડૉ. માયાબેન કોડનાની ડૉક્ટર છે. જ્યારે કચ્છની અંજાર બેઠકના ધારાસભ્ય નીમાબેન બી આચાર્યે પણ ડૉક્ટરેટ કર્યું છે. કેટલા ધારાસભ્યોનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે તે જાણવું રસપ્રદ રહશે.
અશિક્ષિત - 1
શિક્ષિત - 15
5મું પાસ - 7
8મું પાસ - 6
10મું પાસ - 36
12મું પાસ - 31
સ્નાતક - 48
વ્યાવસાયિક સ્નાતક - 3
અનુસ્નાતક - 24
ડૉક્ટરેટ - 2
અન્ય - 4
માહિતી નથી - 5
કુલ - 182












Click it and Unblock the Notifications
