For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત મોડલની ચર્ચા આજે પણ આખો દેશ અને દુનિયા કરી રહી છે : ધર્મેન્દ્ર પ્રધાન

બહુચરાજીથી પ્રસ્થાન કરેલી ગૌરવયાત્રા માણસાની જંગી જાહેર સભા સમાપ્ત કરીને પેથાપુરમાં પ્રવેશ કરતા પેથાપુર ચોકડી ઉપર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

બહુચરાજીથી પ્રસ્થાન કરેલી ગૌરવયાત્રા માણસાની જંગી જાહેર સભા સમાપ્ત કરીને પેથાપુરમાં પ્રવેશ કરતા પેથાપુર ચોકડી ઉપર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એટલી મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉપસ્થિત હોવાથી પેથાપુર ખાતે જંગી જાહેરસભા યોજાઈ હતી. પેથાપુર ચોકડીની યોજાયેલી જાહેર સભામાં ઉપસ્થિત ગુજરાતના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોરે છેલ્લા 27 વર્ષનો ભારતીય જનતા પાર્ટીના શાસનની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

Gujarat Gaurav Yatra

આ સાથે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતે કોંગ્રેસની સરકારમાં ખૂબ જ સહન કર્યું છે. ખાસ કરીને ખેડૂત વર્ગ નીચલો વર્ગ દલિત વર્ગ માલધારી સમાજ અરે નાના સમાજને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને રાજ્યમાં મુખ્યમંત્ર તરીકે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ મંત્રીમંડળની રચના થઇ, ત્યારે સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સમાજના તમામ વર્ગોનું ઉપર લાવવાનું શ્રેષ્ઠ કામ કર્યું છે.
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાની ઓળખ એટલે પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધી હતા. રાજ્યની અસ્મિતા અને ઓળખને અકબંધ રાખનાર સરદાર વલ્લભભાઇ પટેલ મહાત્મા ગાંધીજી પછી જો કોઇ હોય તો તે ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ છે.
ગુજરાતના મોડેલ વિશે વાત કરતા ધરમેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત મોડલની ચર્ચા આજે પણ આખો દેશ અને દુનિયા કરી રહી છે. સામાન્ય માનવીના પાયોની જરૂરિયાતો જેવી કે વીજળી, રસ્તા, પાણી, સારી સ્વાસ્થ્ય સુવિધા અને સારું શિક્ષણ આ તમામની અંદર આજે ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે.

કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતાં પ્રધાને જણાવ્યું હતું કે, કાશ્મીર ની અંદર 370 ની કલમ નાબૂદ કરવામાં દેશને 70 વર્ષ થઈ ગયા, દેશમાં પ્રધાનમંત્રી તરીકે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સત્તારૂઢ થતાં 370 ની કલમ નાબૂદ કરી દીધી, હતી. ગુજરાતની જીવાદારી સમાન નર્મદા નદી ઉપર બંધાયેલા સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવામાં પણ અનેક અવરોધો કોંગ્રેસની સરકારે ઉભા કર્યા હતા.

Gujarat Gaurav Yatra

પંજાબની આમ આદમી પાર્ટીનું નામ લીધા વિના ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પંજાબ ની અંદર સરકારના કર્મચારીઓને પગાર આપવાના પૈસા નથી, અને ગુજરાતની અંદર મફત વીજળી આપવાની વાતો કરે છે. પેથાપુરમાં યોજાયેલી જંગી જાહેર સભામાં રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ગૌરવ યાત્રાના ઇન્ચાર્જ કે સી પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ અનિલ પટેલ, ગાંધીનગર શહેર ભાજપના પ્રમુખ રુચિર ભટ્ટ, ગાંધીનગર શહેર ભાજપના મહામંત્રી ધર્મેન્દ્ર વાઘેલા, ગૌરાંગ પટેલ, કનુભાઈ દેસાઈ, ગાંધીનગર મહાનગરના મેયર હિતેશભાઈ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશુભાઈ પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર પ્રેમલસિંગ ગોલ, ગાંધીનગર લોકસભાના પ્રભારી શ્રી હર્ષદભાઈ પટેલ, મોહનભાઈ પટેલ પૂર્વ લોકસભાના સાંસદ જયશ્રીબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય અશોકભાઈ પટેલ, તથા ગાંધીનગર શહેર ભાજપ અને જિલ્લાના તમામ મોરચા સેલના કાર્યકર્તાઓ અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

English summary
Gujarat model is still being discussed by the whole country and the world said Dharmendra Pradhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X