For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે વિધાનસભામાં રજૂ કર્યું નવું લોકાયુક્ત બિલ

|
Google Oneindia Gujarati News

narendra modi
ગાંધીનગર, 26 માર્ચ: લોકાયુક્તને લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવી ટેકનીક અપનાવી છે. રાજ્ય સરકારે સોમવારે એક એવું બિલ વિધાનસબામાં રજૂ કર્યું હતું જે અંતર્ગત લોકાયુક્તની નિમણૂંકની ચાવી મુખ્યમંત્રીના હાથમાં રહેશે. મોદીના આ આઇડિયાના પગલે ગુજરાતના રાજકારણમાં ફરી ધ્રુજારી આવી છે. લોકાયુક્ત મુદ્દે સુપ્રિમ કોર્ટ દ્વારા ઝટકો લાગ્યા બાદ હવે રાજ્ય સરકાર ગુજરાત વિધાનસભામાં સંશોધિત લોકાયુક્ત સુધારક વિધેયક લાવવા જઇ રહી છે.

સરકાર નવા વિધેયકમાં લોકાયુક્ત આર એ મેહતાની સાથે બે નવા લોકાયુક્ત અને ચાર ઉપલોકાયુક્તનું પ્રાવધાન કરાવવાની છે. સરકાર 6 સભ્યોની કમિટિ બનાવશે આ કમિટિમાં મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ, એક મંત્રીની સાથે વિપક્ષના નેતા, હાઇકોર્ટના સિનિયર જસ્ટિસ અને વિજિલેન્સ કમિશ્નર રહેશે. આ કમિટિ માત્ર લોકાયુક્તના નામનો સુજાવ આપવાનું કામ કરશે, પરંતુ આખરી નિર્ણય પસંદગી સમિતિના અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી કરશે.

કોંગ્રેસનું કહેવું છે કે સરકાર ગવર્નર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા લોકપાલથી ડરી ગઇ છે અને સરકાર પોતાના ઘોટાળાઓથી બચવા માટે રાજકારણ કરી રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યપાલ દ્વારા લોકાયુક્ત જસ્ટીસ આર એ મેહતાની વરણીને ગુજરાત સરકારે ગુજરાત હાઇકોર્ટમાં બે વખત અને સુપ્રીમ કોર્ટમાં ત્રણ વાર પડકારી ચૂકી હતી. સુપ્રિમ કોર્ટે પણ સરકારની સામે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. હવે ગુજરાત સરકારે ક્યૂરેટિવ બેંચમાં અપીલ કરી છે.

English summary
Gujarat's Narendra Modi Government gave new bill in vidhansabha for lokayuckta.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X