Gujarat Rain Data : ગુજરાતમાં સરેરાશ વરસાદનો આંકડો 103 ટકાએ પહોંચ્યો, જાણો ઝોન પ્રમાણે વરસાદના આંકડા

Gujarat Rain Data : ગુજરાતમાં વર્ષ ૨૦૨૫નું ચોમાસું અત્યાર સુધી સામાન્ય રહ્યું છે. હાલ સુધીના આંકડા અનુસાર, રાજ્યમાં સિઝનનો સરેરાશ 102 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ આંકડો છેલ્લા દસ વર્ષના સરેરાશ વરસાદના આધારે ગણવામાં આવે છે. આ સાથે ગુજરાત ફરી એકવાર સામાન્ય ચોમાસાવાળું વર્ષ સાબિત થયું છે, જ્યાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

Gujarat Rain Data

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી કરી છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

પ્રદેશ અનુસાર વરસાદની સ્થિતી
રાજ્યના તમામ પ્રદેશોમાં સારો વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ ચોમાસુ વ્યાપક રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં નોંધાયો છે. અહીં વરસાદનો આંકડો 107 ટકાથી વધારે છે.

  • કચ્છ : ૯૯.૧૭%
  • ઉત્તર ગુજરાત : ૧૦૬.૫૦%
  • પૂર્વ-મધ્ય ગુજરાત : ૧૦૭.૩૪%
  • સૌરાષ્ટ્ર : ૯૧.૨૯%
  • દક્ષિણ ગુજરાત : ૧૦૭.૯૯%

આ વરસાદના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ છે. નદીઓ અને ડેમોમાં નવા નીર આવ્યા છે, જેનાથી આગામી સમયમાં પાણીની સમસ્યા હળવી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X