Gujarat Monsoon Update: અનેક તાલુકામાં મેઘો મહેરબાન, પલસાણા અને માણાવદરમાં સૌથી વધુ વરસાદ

Gujarat Monsoon Update: દેશમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હાલમાં જ ચોમાસાની શરૂઆત થઈ છે, અને તેણે તેનું ઉગ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કર્યું છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે મુશળધાર વરસાદ પડ્યો હતો. જેનાથી જગતનો તાત અને આમ જનતા ઘણી ખુશ છે.

જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો, જેમાં છેલ્લા 12 કલાકમાં 8.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ સાથે જ છેલ્લા 24 કલાકમાં સુરતના ઓલપાડ અને પલસાણામાં 8.5 ઈંચ, મહુવામાં સાત ઈંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઈંચ, દ્વારકા અને બારડોલીમાં 6 ઈંચ, કુતિયાણામાં 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

Gujarat Monsoon Update

સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકામાં વરસાદ - સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારે ભારે વરસાદ થયો હતો.

જેમાં દ્વારકાના જામખંભાળિયામાં સવારે ત્રણ કલાકમાં પાંચ ઈંચ, વિસાવદર અને કાલાવડમાં સવારના છ વાગ્યાથી સવારના આઠ વાગ્યા સુધીમાં ત્રણ-ત્રણ ઈંચ નોંધાયો છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અઢી ઈંચ અને બે ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

જૂનાગઢના વંથલીમાં અડધો ઈંચ, ઉપલેટા અને દ્વારકાના કલ્યાણપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સવારે 6 થી 8 દરમિયાન 120 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X