BJP-કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ, ફેબ્રૂઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે. ફેબ્રૂઆરી માસમાં બે જિલ્લા ખેડા અને બનાસકાંઠા ચૂંટણી યોજાશે. આ અંગે વધુ વાંચો અહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ખેલ જામશે. ફેબ્રૂઆરી માસમાં બે જિલ્લા ખેડા અને બનાસકાંઠા, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 1423 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે, 4 ફેબ્રૂઆરીના રોજ મતદાન થશે અને 6 ફેબ્રૂઆરીએ મતગણતરી કરવામાં આવશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી છે. આ ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. પહેલાં ગ્રામ્ય વિસ્તારમાં અને પછી શહેરી વિસ્તારમાં. પહેલા તબક્કામાં 2 જિલ્લા પંચાયત, 17 તાલુકા અને 1423 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે અને બીજા તબક્કામાં 75 નગરપાલિકાની ચૂંટણી યોજાશે.

Election

વર્તમાન સમયમાં 46 પર કોંગ્રેસ અને 30 પર ભાજપનો કબજો છે. ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયતો પર ભાજપના હાથમાં છે અને 75માંથી 59 નગરપાલિકાઓ પર ભાજપનું શાસન છે. જો કે, વિધાનસભા ચૂંટણીમાં આ બંને જિલ્લાની 15 વિધાનસભા બેઠકોમાંથી 8 પર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. 9મી વડગામની બેઠક જિજ્ઞેશ મેવાણીના ફાળે ગઇ છે. ભાજપ માત્ર 6 બેઠકો પર કબજો જમાવવામાં સફળ થયું હતું. વિધાનસભાની ચૂંટણીના પરિણામોની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી પર કેટલી અસર થાય છે એ જોવું રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X