For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની ગુજરાતના અમદાવાદની મુલાકાત; પ્રથમ દિવસની હાઇલાઇટ્સ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 16 સપ્ટેમ્બર : ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરની બે દિવસની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસમાં જે કાર્યક્રમોમાં ભાગ લેવાના છે તેની લેટેસ્ટ વિગતો અહીં આપવામાં આવી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવવા રવાના.
  • ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાનને આવકારવા અને તેમના સ્વાગત માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા.
  • મોદી એરપોર્ટ પહોંચ્યા બાદ ગુજરાત ભાજપ દ્વારા નાગરિક અભિવાદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
  • મોદીએ ભાજપના 5000 કાર્યકરોને સંબોધન કર્યું હતું.
  • અમદાવાદ એરપોર્ટ ભાષણ આપ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો અડાલજ પાસે આવેલા ત્રિમંદિર ખાતે પહોંચ્યો.

તમામ અપડેટ્સ વાંચવા માટે આગળ ક્લિક કરો...

1

1

નરેન્દ્ર મોદી દિલ્હીથી અમદાવાદ આવવા રવાના

2

2


ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રોટોકોલ અનુસાર વડાપ્રધાનને આવકારવા અને તેમના સ્વાગત માટે અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા.

3

3

વડાપ્રધાન નરેન્દ્રમોદી એરપોર્ટ પહોંચ્યા બાદ ભાજપના 5000 કાર્યકરોને સંબોધશે

4

4

દેશમાં પેટાચૂંટણીઓના પરિણામો અંગે મોદી પોતાનો સંદેશ આપે તેવી શક્યતા

વતનમાં સ્વાગત સન્માનનો આનંદ મારા માટે અમૂલ્ય

વતનમાં સ્વાગત સન્માનનો આનંદ મારા માટે અમૂલ્ય

ઘણા લાંબા સમય બાદ આપની વચ્ચે આવવાનો મોકો મળ્યો છે. આપે જે સ્વાગત સન્માન કર્યું તે માટે ગુજરાત ભાજપ અને આપ સૌનો આભાર માનું છું. જોહેર જીવનમાં સ્વાગત રોજની પ્રક્રિયા છે. પરંતુ કેટલાક સ્વાગતો હ્યદયને સ્પર્શી જાય છે. આપણા દેશના લશ્કરના વડા હતા જનરલ કરિયપ્પા. એકવાર તેમના વતનમાં તેમના સ્વાગતો કાર્યક્રમ રખાયો હતો. તેમણે જણાવ્યું કે હું સેનાના વડા તરીકે દેશ વિદેશમાં ફરું છું. પરંતું જીવનમાં એટલું બધું મળ્યું પણ જ્યારે મારા વતનના લોકોએ મારું સ્વાગત સન્માન કર્યું તેનો મને અદકેરો આનંદ મળ્યો. એમ આજે મારે મન, જે ધરતીએ મને મોટો કર્યો, જે સાથીઓ સાથે દિવસ-રાત કામ કરવાની તક મળી એમના દ્વારા થયેલું સન્માન મારા હ્યદયને સ્પર્શી ગયું. આ પ્રેમ મારા માટે અમૂલ્ય મૂડી છે. આ સાથ સથવારો મને કામ કરવાની નવી શક્તિ અને પ્રેરણા આપે છે.

ગુજરાતનું ઘડતર અને અનુભવ દિલ્હીમાં કામ લાગ્યો છે

ગુજરાતનું ઘડતર અને અનુભવ દિલ્હીમાં કામ લાગ્યો છે


ગુજરાતનો 14 વર્ષનો અનુભવ, આપ સૌ સાથીઓ સાથે કરેલું કામ, સંગઠનમાં જે કામ કર્યું તેનો અનુભવ આ બધી બાબતો મને દિલ્હીમાં સરકાર ચલાવવામાં મદદરૂપ થાય છે. આ અનુભવ મને લેખે લાગ્યો છે. સામાન્ય માણસ તો ઘાંઘો થઇ જાય છે. અહી મારી તાલીમ અને ઘડતર એવું થયું કે નવી સ્થિતિ નવું વાતાવરણ હું સહજતાથી સ્વીકારી શક્યો છું.

વિદેશી નેતાઓને સમગ્ર હિન્દુસ્તાનની વિવિધતા બતાવો

વિદેશી નેતાઓને સમગ્ર હિન્દુસ્તાનની વિવિધતા બતાવો


દેશની વિવિધ બાબતો, હિન્દુસ્તાનના ખુણાઓમાં રહેતા લોકોની સ્થિતિ, તેમની અગવડો બધી બાબતો સમજીને દેશને આગળ ધપાવવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. તેના માટે મનને અતિશય સંતોષ છે.

ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની

ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત મહત્વની


અહીં આવવાનું એક કારણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વિદેશમાંથી આવતા રાજનેતાઓ ભારતના નાના નાના રાજ્યો અને શહેરોને જુવો તો તેમને દેશની વિવિધતાનો તેમને ખ્યાલ આવે. તે અર્થમાં ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત અત્યંત મહત્વની છે.

ગુજરાત નવી ઉંચાઇઓ સર કરશે

ગુજરાત નવી ઉંચાઇઓ સર કરશે

આવનારા સમયમાં ગુજરાત નવી ઉંચાઇઓ સર કરશે. સામાન્ય માનવીના જીવનમાં આશા આકાંક્ષાની પૂર્તિ થશે એનો મને પૂરો વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રના કલ્યાણ માટે કામ કરવામાં પાછા પડીએ નહીં. ખૂબ તેજ ગતિથી ગુજરાતનો વિકાસ થાય તેવું ઇચ્છીએ.

મહાનુભાવોની ચરણરજ મને પ્રેરણા અને શક્તિ આપે છે

મહાનુભાવોની ચરણરજ મને પ્રેરણા અને શક્તિ આપે છે


શરૂઆતમાં વરસાદ પડતો ન હતો, પછી ધમધમીને વરસી ગયો. તેનો લાભ દેશના ખેડૂતોને મળશે. બે દિવસ આપની વચ્ચે છું. ગુજરાતની આબોહવાની નવી તાજગી મને દિલ્હી જઇને નવું કામ કરવાની પ્રેરણા અને શક્તિ આપશે તેવી મને આશા છે. અહીંની હવામાં તાકાત છે. પ્રેરણા છે. કારણ કે અહીં મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોનો જન્મ થયો છે. તેમની ચરણરજથી ગુજરાતની આબોહવા શક્તિ પ્રદાન કરે છે.

English summary
Gujarat : Narendra Modi's Ahmedabad Visit, Highlights of day 1.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X