Gujarat new cabinet : ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કયા વિસ્તારના કેટલા મંત્રી? જુઓ લિસ્ટ
Gujarat new cabinet : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તૃત કેબિનેટમાં મુખ્યમંત્રી ઉપરાંત કુલ 25 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ફેરબદલ અને વિસ્તરણમાં અનેક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે જૂના મંત્રીઓની બાદબાકી થઈ છે. હર્ષ સંઘવીને પ્રમોશન આપીને નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે.

નવા મંત્રીમંડળમાં સમાવિષ્ટ મંત્રીઓ
- કેબિનેટ મંત્રીઓ : ઋષિકેશ પટેલ (વિસનગર), જીતુભાઈ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), કનુભાઈ દેસાઈ (પારડી), કુંવરજી બાવળિયા (જસદણ), નરેશ પટેલ (ગાંડેવી), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), રમણભાઈ સોલંકી (બોરસદ).
- રાજ્ય કક્ષા (સ્વતંત્ર હવાલો) : ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), પ્રફુલ પાનસેરિયા (કામરેજ), મનીષા વકીલ (વડોદરા શહેર).
- રાજ્ય કક્ષાના મંત્રીઓ : કાંતિલાલ અમૃતિયા (મોરબી), રમેશભાઈ કટારા (ફતેપુરા), દર્શના વાઘેલા (અસારવા), પ્રવીણકુમાર માળી (ડીસા), સ્વરૂપજી ઠાકોર (વાવ), ડૉ. જયરામભાઈ ગામિત (નિઝર), રિવાબા જાડેજા (જામનગર ઉત્તર), પી.સી. બરંડા (ભિલોડા), સંજયસિંહ મહિડા (મહુધા), કમલેશભાઈ પટેલ (પેટલાદ), ત્રિકમ છાંગા (અંજાર), કૌશિક વેકરિયા (અમરેલી).
અગાઉના મંત્રીમંડળમાંથી છ મંત્રીઓને ફરીથી તક મળી છે, જેમાં ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, હર્ષ સંઘવી અને કનુભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.
નવા મંત્રીમંડળમાં અનેક જૂના અને અનુભવી મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા છે. જેમાં રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, ડૉ. કુબેરભાઈ ડીંડોર, ભાનુબેન બાબરીયા, જગદીશ વિશ્વકર્મા, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર અને કુંવરજીભાઈ હળપતિનો સમાવેશ થાય છે.
પ્રાદેશિક સંતુલન (મુખ્યમંત્રી સહિત)
- કચ્છ : 1
- સૌરાષ્ટ્ર : 8
- ઉત્તર ગુજરાત : 6 (મુખ્યમંત્રી સહિત 5 + CM)
- દક્ષિણ ગુજરાત : 5
- મધ્ય ગુજરાત : 6












Click it and Unblock the Notifications
