For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂપેન્દ્ર પટેલ આજે લેશે ગુજરાતના CM પદના શપથ, ઘરે જામી સમર્થકોની ભીડ, પોલિસ ફોર્સ તૈનાત

ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમના ઘરે મોટી સંખ્યામાં સમર્થકો તેમજ પાર્ટી નેતાઓની ભીડ એકઠી થઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના આગલા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમના ઘરે મોટી સંખ્યામાં સમર્થકો તેમજ પાર્ટી નેતાઓની ભીડ એકઠી થઈ રહી છે. ઘરે તેમના સંબંધીઓ અને પડોશીઓ પણ આવીને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. સાથે જ ચારે તરફ ઉજવણી થઈ રહી છે. તેમના વહુ દેવાંશીએ કહ્યુ કે આજનો દિવસ અમારા માટે દિવાળી જેવો છે. અમે ક્યારેય આવી કલ્પના પણ નહોતી કરી. પરિવાર માટે આ સંપૂર્ણપણે સરપ્રાઈઝ મોમેન્ટ છે.

મંત્રીઓની શપથ બાદમાં થશે

મંત્રીઓની શપથ બાદમાં થશે

અમદાવાદમમાં ભાજપ જિલ્લાધ્યક્ષે કહ્યુ કે ભૂપેન્દ્ર પટેલ ભાજપ ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે અને આજે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી પદના શપથ લેશે. વળી, આયોજન સ્થળ તેમજ અન્ય કાર્યાલયો પર પોલિસબળ તૈનાત છે. તમને જણાવી દઈએ કે ગયા શનિવારે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ હતુ ત્યારબાદ ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ જેમાં ભૂપેન્દ્ર પટેલને નેતા ચૂંટવામાં આવ્યા. ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલે જણાવ્યુ કે હવે ભૂપેન્દ્ર પટેલ સીએમ પદના શપથ લેશે. રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એકલા ભૂપેન્દ્ર પટેલને જ શપથ લેવડાવશે. મંત્રીઓના શપથ બાદમાં થશે.

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર

ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર

હાલમાં ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. તેમને ગુજરાતના પૂર્વ સીએમ આનંદીબેન પટેલના નજીકના માનવામાં આવે છે. આ સીટથી આનંદીબેન પટેલ ચૂંટણી લડતા હતા પરંતુ રાજ્યપાલ બન્યા બાદ તેમણે સીટ છોડી દીધી હતી. ધારાસભ્ય સાથે જ ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીના ચેરમેન પણ છે. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ કામ કર્યુ છે. ભાજપ ચીફ જેપી નડ્ડાનુ કહેવુ છે કે તે સારા મુખ્યમંત્રી સાબિત થશે.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શું કહ્યુ?

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ શું કહ્યુ?

ભૂપેન્દ્ર પટેલ વિશે ભાજપના ચીફ જેપી નડ્ડાએ કહ્યુ કે, 'મને વિશ્વાસ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં તમે પૂરી નિષ્ઠા તેમજ સમર્પણ ભાવથી ગુજરાતની વિકાસ યાત્રા અને જન કલ્યાણના કાર્યોને નવી ઉર્જા તેમજ ગતિ આપશે. આ પહેલા અમિત શાહે ટ્વિટ કરીને લખ્યુ કે મને વિશ્વાસ છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સતત પ્રગતિના પથ પર વધશે.'

સર્વસંમતિથી સીએમ ચૂંટાયાઃ મંત્રી પ્રહલાદ જોશી

સર્વસંમતિથી સીએમ ચૂંટાયાઃ મંત્રી પ્રહલાદ જોશી

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે ભૂપેન્દ્ર પટેલને સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા છે. આ બહુ સારો નિર્ણય છે. વળી, ધારાસભ્ય દળની બેઠક બાદ ભૂપેન્દ્ર યાદવે કહ્યુ કે અમારા ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી થઈ છે, આનો પત્ર અમે સાંજે 6 વાગે રાજ્યપાલને આપીશુ. જણાવવામાં આવી રહ્યુ છે કે તેમના નામનો પ્રસ્તાવ પૂર્વ સીએમ વિજય રૂપાણીએ જ આપ્યો હતો. રવિવારે ગાંધીનગરના ભાજપના કાર્યાલયમાં થયેલી ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો.

English summary
Gujarat new CM Bhupendra patel swearing in today, bjp leaders and workers celebration in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X