Gujarat News: રાજ્યમાં 207 જળાશયોમાં 98% પાણીનો સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 ડેમ 100% ભરાયા
Gujarat News: રાજ્યમાં 117% વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ સિઝનમાં વરસેલા વરસાદને કારણે રાજ્યના જળાશયો છલોછલ ભરાઈ ગયાં છે.

ગુજરાતમા ચાલુ સિઝનમાં 40 ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 117% વરસાદ નોંધાયો છે. ચોમાસાની વિદાયની વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજી પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ સિઝનમાં વરસેલા વરસાદને કારણે રાજ્યના જળાશયો છલોછલ ભરાઈ ગયાં છે. 207 જળાશયોમાં હાલમાં 98% પાણીનો જથ્થો છે. આગામી સમયમાં પાણી અને સિંચાઈની હવે કોઈ મુશ્કેલી સર્જાય તેવું લાગતું નથી.
ગુજરાતમાં 207 જળાશયોમાં 98% પાણીનો સંગ્રહ
ગુજરાતના 207 જળાશયોમાં હાલમાં 98% પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 90.80, મધ્ય-પૂર્વના 17 ડેમમાં 99.22, દક્ષિણ ગુજરાતના 13 ડેમમાં 100, કચ્છના 20 ડેમમાં 84.06, સૌરાષ્ટ્રના 141 ડેમમાં 90.12% પાણીનો જથ્થો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 100% પાણીનો જથ્થો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 8, મધ્ય-પૂર્વના 14, દક્ષિણ ગુજરાતના 12, કચ્છના 10 અને સૌરાષ્ટ્રના 85 ડેમ છલોછલ ભરાઈ ગયાં છે.
રાજ્યમાં 207 જળાશયોમાં હાલમાં 154 જળાશયોમાં 90% થી વધુ પાણી હોવાથી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. 14 જળાશયોમાં 80% થી વધુ પાણી હોવાથી એલર્ટ પર રખાયા છે. જ્યારે 10 જળાશયોમા 70% થી વધુ પાણી હોવાથી વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 28 જળાશયો એવા છે જેમાં 70% થી ઓછો પાણીનો જથ્થો છે. આ વખતે કચ્છમાં સૌથી વધુ 147% વરસાદ વરસ્યો છે. છતાં પણ જિલ્લામાં સૌથી ઓછા જળાશયો છલકાયા છે.












Click it and Unblock the Notifications
