Gujarat Congress: અમિત ચાવડા ફરી પ્રમુખ, તુષાર ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવાયા
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિયુક્તિ થઈ છે, ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા છે.

Gujarat Congress President: ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ નેતૃત્વની અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની (Amit Chavda) નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે ખેડબ્રહ્માના ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.
Amit Chavda appointed as Gujarat Congress president, succeeding Shaktisingh Gohil. Dr Tushar Chaudhary appointed as Congress Legislative Party Leader in Gujarat. pic.twitter.com/BQ8SonnGF8
— ANI (@ANI) July 17, 2025
અમિત ચાવડા અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેથી તેમનો અનુભવ પક્ષ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમની આ ફરીથી નિમણૂક કોંગ્રેસના સંગઠનને નવસંચાર આપવાનો સંકેત આપે છે.
બીજી તરફ, તુષાર ચૌધરીની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની પસંદગી મહત્વપૂર્ણ છે. તેઓ આદિવાસી સમાજના અગ્રણી ચહેરા છે અને ખેડબ્રહ્મા વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. તેમની આ નિમણૂકથી વિધાનસભામાં કોંગ્રેસના અવાજને વધુ મજબૂતી મળશે અને આદિવાસી સમાજના મુદ્દાઓને યોગ્ય પ્લેટફોર્મ મળશે તેવી અપેક્ષા છે. આ બંને નિમણૂકો દ્વારા કોંગ્રેસ આગામી સમયમાં ગુજરાતમાં પોતાની સ્થિતિ વધુ સુદૃઢ કરવાનો પ્રયાસ કરશે.












Click it and Unblock the Notifications
