Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat News: રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Gujarat Rain: ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે. 25 જુલાઈથી રાજ્યમાં સારો વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેને લઈ 25 જુલાઈથી ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા. 27 અને 28 જુલાઈના તો ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 55% વરસાદ વરસી ચૂક્યો છે.

Gujarat Heavy Rain

પાંચ દિવસ અતિભારે વરસાદની શક્યતા

રાજ્યમાં હવામાન ફરી બદલાયું છે. ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

27 જુલાઈએ આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

27 જુલાઈ રવિવારે છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદને પગલે 23 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન

હવામાન વિભાગે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.

આગામી 5 દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે.

મોસમનો કુલ સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે

ગુજરાતમાં પ્રવર્તમાન ચોમાસાની સિઝનમાં વરસી રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 55.26% વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ રીઝીયનમાં સૌથી વધુ 64% વરસાદ વરસ્યો છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં 59.11%, ઉત્તર ગુજરાતમાં 54.04%, સૌરાષ્ટ્રમાં 54.02% અને પૂર્વ મધ્યમાં 51.06% સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરની યાદીમાં જણવાયું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X