Gujarat News: ગુજરાતમાં આજે 54 તાલુકામાં નોંધાયો વરસાદ, ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી
Gujarat Rain: ગુજરાતમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યના કુલ 54 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. આજે સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાં અને ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 6.34 ઇંચ જેટલો નોંધાયો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

રાજ્યના અન્ય તાલુકાઓમાં પણ સારો વરસાદ નોંધાયો
વલસાડમાં 1.1 ઇંચ
વાપીમાં 3.8 ઇંચ
માંડવીમાં 1.8 ઇંચ
ખેરગામમાં 1.7 ઇંચ
ડાંગમાં 1.2 ઇંચ
આ વરસાદથી ઘણા વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે. ખેતી માટે પણ આ વરસાદ અત્યંત ફાયદાકારક સાબિત થશે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.
27 જુલાઈએ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
27 જુલાઈ રવિવારે છોટા ઉદેપુર, અરવલ્લી, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વરસાદને પગલે 23 જિલ્લાઓમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં અમરેલી, અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, વડોદરા, ભરુચ, નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન
હવામાન વિભાગે વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સિવાય આ રાઉન્ડમાં એટલે કે 26થી 29 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદનું અનુમાન છે. ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસી શકે છે.
આગામી 5 દિવસ હળવાથી લઈ માધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 26થી 29 ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ સુધી માછીમારો દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
