OMG! સ્વાદના રસિયા સુરતમાં 80 ટકા રેસ્ટોરન્ટ વાસી ભોજન પીરસે છે
સુરત, 28 સપ્ટેમ્બર : આપના માન્યામાં નહીં આવે અને જ્યારે આપ માનશો ત્યારે ઓહ માય ગોડ બોલ્યા વિના નહીં રહો. ગુજરાતભરમાં સુરતીલાલાઓ સ્વાદના રસિયા છે તે વાત સૌ કોઇ માને છે. જો કે સુરતની ચટાકા પ્રિય જનતાને બિમાર પાડવાનું કામ સુરતની રેસ્ટોરન્ટ્સ કરી રહી છે. એક અહેવાલ અનુસાર સુરતની 80 ટકા રેસ્ટોરન્ટ્સ પોતાના ભગવાન સમા ગ્રાહકોને વાસી ખોરાક પીરસે છે.
સુરતવાસીઓની સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શનિવારે તેના સાત મ્યુનિસિપલ ઝોનમાં ઓચિંતુ ચેકિંગ કર્યું હતું. જેના પગલે મોટા ભાગની રેસ્ટોરન્ટ્સ સંકટમાં સપડાઇ ગઇ હતી. આ ચેકિંગમાં જે ચોંકાવનારા પરિણામો જાણવા મળ્યા તે વાંચીને આપના હોંશ ઉડી જશે.
આ ચોંકાવનારા પરિણામો શું છે તે જાણવા આગળ ક્લિક કરો...

80 ટકા રેસ્ટોરન્ટના ગ્રાહકો હસતા મોઢે વાસી ખોરાખ આરોગે છે
સુરત મ્યુનિસિપલની ઓચિંતી મુલાકાતમાં 80 ટકા રેસ્ટોરન્ટમાં વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું. ઘરના ખોરાકથી ત્રાસેલા ચટાકાપ્રિય સુરતીલાલાઓ હસતા મોઢેં વાસી ભોજન આરોગે છે.

સુરતની 231 રેસ્ટોરન્ટ્સમાં ગોલમાલ
સુરત શહેરની કુલ 375 રેસ્ટોરન્ટ્સમાંથી 231 રેસ્ટોરન્ટ્સમાં ખોરાક પીરસવામાં ગોલમાલ કરવામાં આવે છે. આ 231 રેસ્ટોરન્ટ્સમાં આરોગ્ય સંબંધિત ગેરરીતિઓ થાય છે.

200 kg વાસી ફુડ પકડાયું
આરોગ્ય વિભાગના અધિકારીઓએ ચેકિંગમાં પકડેલા 200 કિ.ગ્રા. વાસી ખોરાકનો નાશ કર્યો છે. આ ઉપરાંત સંબંધિત રેસ્ટોરન્ટ માલિકોને નોટિસ ફટકારીને તેમની પાસેથી દોઢ લાખ રૂપિયા જેટલી રકમનો દંડ વસૂલ કર્યો છે.

મોડી રાત સુધી ફૂડ સ્ટ્રીટ્સ ધમધમશે
સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, શહેરની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ જોઈન્ટ્સને નવરાત્રિ તેમજ આગામી દિવાળી તહેવારોને ધ્યાનમાં લઈને મોડી રાત સુધી ચાલુ રહેવાની પરવાનગી આપવામાં આવી છે.

રેસ્ટોરન્ટ્સના રસોડાં હાય તોબા!!!
વાસી ફૂડ પીસરતી કે બિનહાનિકારક અને બિનસ્વચ્છ ફૂડ પીરસતી રેસ્ટોરન્ટ્સના કિચન બિનઆરોગ્યપ્રદ મળી આવ્યા છે. રેસ્ટોરન્ટની અંદર તથા બહાર સ્વચ્છતા જાળવવામાં આવતી નથી.

સૌથી વધુ ગેરરીતી આઠવા ઝોનમાં
SMCના અધિકારીએ કહ્યું કે વાસી કે બિનઆરોગ્યપ્રદ ભોજન પીરસતી મોટા ભાગની રેસ્ટોરન્ટ્સ આઠવા ઝોન વિસ્તારમાં આવેલી છે. નવરાત્રિ દરમિયાન અહીં સર્વ કરાતો વાસી ખોરાક તેમને બીમાર પાડી શકે છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
