ગાંધીનગરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ વચ્ચે MoU સંપન્ન, જાણો વધુ વિગત

Gujarat News: PM નરેન્દ્ર મોદીના 'સમુદ્ર સે સમૃદ્ધિ'ના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકારે આજે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડ (GMB) અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ (APM ટર્મિનલ્સ) વચ્ચે ₹17,000 કરોડના મૂડી રોકાણ માટે સમજૂતી કરાર (MoU) સંપન્ન થયા હતા.

આ કરાર APM ટર્મિનલ્સના એ. પી. મોલર-માર્સ્ક બોર્ડના અધ્યક્ષ રોબર્ટ મેર્સ્ક ઉગ્લાની હાજરીમાં ગાંધીનગર ખાતે થયા હતા.

Gujarat News

ગુજરાત બનશે ભારતનો 'મેરિટાઇમ ગેટવે'

આ વિશાળ રોકાણનો મુખ્ય ઉદ્દેશ્ય પીપાવાવ બંદરનું કેપેસિટી એક્સપાન્શન અને આધુનિકીકરણ કરવાનો છે. આ પ્રોજેક્ટથી ગુજરાતના પોર્ટ લેડ ડેવલોપમેન્ટને નવી દિશા મળશે.

CM ભૂપેન્દ્ર પટેલે આ MoUને આવકારતાં જણાવ્યું કે, પીપાવાવ પોર્ટના વિસ્તરણના પરિણામે ભારતના 'મેરિટાઇમ ગેટવે' તરીકેની ગુજરાતની પ્રસ્થાપિત ઓળખ વધુ સુદ્રઢ થશે.

25,000 નવી રોજગારી અને અર્થતંત્રને ગતિ

આ પ્રોજેક્ટથી માત્ર પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ મજબૂત નહીં થાય, પરંતુ રાજ્યના અર્થતંત્રને પણ નવી ગતિ મળશે:

  • રોજગાર: આ પ્રોજેક્ટના કારણે ભવિષ્યમાં પ્રત્યક્ષ અને પરોક્ષ મળીને 25,000 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. આ રોજગારી સ્થાનિક અર્થતંત્ર અને ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવન સ્તરમાં સુધારો લાવશે.
  • વેપારમાં સરળતા: પોર્ટ્સ નેટવર્ક મજબૂત થવાથી રાજ્યના ઉદ્યોગો, નિકાસકારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર સશક્ત બનશે. નિકાસ અને આયાતનો સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થશે.
  • વિકાસ: બંદર આસપાસના વિસ્તારોમાં ઉદ્યોગો, વેરહાઉસિંગ અને સપ્લાય ચેઈનની સુવિધાઓનો વિકાસ થશે.

વૈશ્વિક લક્ષ્ય અને ગ્રીન ગ્રોથ

આ રોકાણ પીપાવાવ બંદરની કન્ટેનર, બલ્ક, લિક્વિડ અને રો-રો કાર્ગો વહન કરવાની હાલની ક્ષમતામાં મોટો વધારો કરશે.

APM ટર્મિનલ્સ એશિયા અને મિડલ ઇસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ જોન ગોલ્ડનરે જણાવ્યું કે, "આ રોકાણ યોજના ફક્ત પીપાવાવ પોર્ટના વિસ્તરણ માટે નથી, પરંતુ તે ગુજરાત, ભારત અને વૈશ્વિક વેપાર માટે નવી તકો ખોલશે. અમારું લક્ષ્ય પીપાવાવને વિશ્વ કક્ષાની કાર્યક્ષમતા અને ગ્રીન ગ્રોથનું મોડેલ બનાવવાનું છે."

આ વિસ્તરણ પ્રોજેક્ટ, PM મોદીના મેરીટાઇમ અમૃતકાલ વિઝન 2047ને અનુરૂપ, ગુજરાતના નોન-મેજર પોર્ટ્સની ક્ષમતા વધારીને 2047 સુધીમાં 3000 MMTPA કરવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X