Gujarat Police: પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા?

Gujarat Police: ગુજરાત પોલીસ ભરતી અંગે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) કેડર અને લોકરક્ષક કેડરની ભરતી માટેની શારીરિક કસોટી (Physical Test) જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે.

Gujarat Police

પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ અંગેની સત્તાવાર પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. આ જાહેરાતને કારણે, ઉમેદવારો પાસે શારીરિક કસોટીની તૈયારી કરવા માટે હવે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે.

ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ

ઉલ્લેખનીય છે કે, PSI અને લોકરક્ષક કેડરની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા 3 ડિસેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે, અને ઉમેદવારો તારીખ 23 ડિસેમ્બર 2025 (રાત્રે 11:59 PM) સુધી અરજી કરી શકશે.

આ ભરતી અંગેની વિગતવાર જાહેરાત અને સૂચનાઓ 03-12-2025ના રોજ સત્તાવાર વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર જાહેર કરવામાં આવી છે, અને અરજી પણ આ જ પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.

કુલ જગ્યા અને કેટેગરીની વિગતોગુજરાત પોલીસમાં વિવિધ કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે, જેની વિગતો નીચે મુજબ છે.

કેડર | જગ્યાઓની સંખ્યા
બિન હથિયારી PSI | 659
હથિયારી PSI | 129
જેલર ગૃપ 2 (પુરુષ) | 70
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 6,942
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 2,458
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF) | 3,002
જેલ સિપાઈ (પુરુષ) | 300
જેલ સિપાઈ (મહિલા) | 31
કુલ જગ્યાઓ | 13,591

સમગ્ર રાજ્યના હજારો ઉમેદવારો માટે આ એક મોટી તક છે અને શારીરિક કસોટીની તારીખ જાહેર થતાં જ ઉમેદવારોએ તેમની તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X