ગુજરાત પોલિસની કારનો રાજસ્થાનમાં મોટો અકસ્માત, 4 પોલિસકર્મી અને 1 આરોપીનુ મોત

દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક પોલિસ કારનો અકસ્માત થયો છે.

ભાવનગરઃ દિલ્લીથી ગુજરાત આવી રહેલી એક પોલિસ કારનો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ભાવનગરના 4 પોલિસકર્મી અને 1 આરોપીનુ મોત થયુ છે. આ અકસ્માત રાજસ્થાનના જયપુર નજીક થયો છે. માહિતી મુજબ પોલિસના જવાનો આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા.

guj police accident

દિલ્લી-જયપુર રોડ પર શાહપુરા નજીક એક કારમાં સવાર આરોપી અને ગુજરાતના ચાર પોલિસકર્મીઓ ગઈ રાતે એક અકસ્માત નડ્યો છે. મળતી માહિતી મુજબ દિલ્લીથી ગુજરાત આવી રહેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ડિવાઈડર સાથે અથડાયા બાદ કાર વૃક્ષ સાથે અથડાઈ હતી જેના કારણે ગુજરાત પોલિસના 4 જવાન અને 1 આરોપીનુ મોત થયુ છે. જાણવા મળી રહ્યુ છે કે પોલિસ જવાનો એક આરોપીને દિલ્લીથી ગુજરાત લાવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે.

તમને જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનેલા પોલિસકર્મીઓ ભાવનગરમાં ગુજરાત પોલિસમાં ફરજ બજાવતા હતા. આ અકસ્માત જયપુરના ભાભરુ પોલિસ સ્ટેશન વિસ્તારમાં સર્જાયો છે. 8 તારીખે ભાવનગર ઘરફોડ ચોરીની તપાસમાં પોલિસકર્મીઓ દિલ્લી પહોંચ્યા હતા જ્યાં તપાસ બાદ એક આરોપીને પકડીને પાછા આવી રહ્યા હતા ત્યારે મોડી રાતે અકસ્માત સર્જાયો હતો. દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ ગુજરાત પોલિસકર્મીઓમાં ભીખુભાઈ બુકેરા-કોન્સ્ટેબલ, શક્તિસિંહ ગોહેલ- કોન્સ્ટેબલ, મનસુખ બાલધીયા-કોન્સ્ટેબલ, ઈરફાન અગવાન-કોન્સ્ટેબલના નામ સામે આવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના પર દુઃખ વ્યક્તિ કરીને ટ્વિટ કર્યુ કે, 'દિલ્લીથી પરત આવતા જયપુર નજીક બનેલી દૂર્ઘટનામાં 4 પોલિસકર્મી તેમજ 1 આરોપી સહિતના લોકોના માર્ગ અકસ્માતની માહિતી મળી છે તે અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી ઈશ્વરને પ્રાર્થના.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X