લોકડાઉનમાં કાયદો વ્યવસ્થાનું સખ્તાઇથી પાલન કરાવતી ગુજરાત પોલીસ

કોરોના વાયરસના સંક્રમણને રાજ્યમાં ફેલાતું અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અનુરો

કોરોના વાયરસના સંક્રમણને રાજ્યમાં ફેલાતું અટકાવવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિમાં તંત્રને સહાયતા કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ અનુરોધ કર્યો છે. લોકોને જાગૃત કરવા પોલીસ દ્વારા માઈક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં જ રહેવાની સતત અપીલ કરાઈ રહી છે. લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને વધુને વધુ મદદ કરવાની ભાવના સાથે ગુજરાત પોલીસ મક્કમતાથી સંવેદનશીલતાથી ફરજ બજાવે તેવી સૂચના પણ આપવામાં આવી છે.

Gujarat Police

વૃદ્ધો અને મહિલાઓ પોલીસ હેલ્પલાઇન પર માંગે મદદ

લોકડાઉનની સ્થિતિમાં પણ એક-બે ટામેટાના બહાના હેઠળ બહાર ફરતા તેમ જ કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરનાર યુવાનો સામે કડક કાર્યવાહી કરીને વાહન પણ જપ્ત કરવામાં આવશે. શહેરમાં એકલા રહેતા વૃદ્ધજનોને તેમજ મહિલાઓ કોઈ પણ સમયે મદદ માટે પોલીસની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા પોલીસ વડાએ જણાવ્યું છે. રાજ્યના કરિયાણાના વેપારીઓ પણ ગ્રાહકોને ટોકન આપવાની વ્યવસ્થા કરી અથવા ખરીદી વખતે બે લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવું સૂચન કર્યું હતુ.

2539 વ્યક્તિઓની કરાઇ છે અટકાયત

પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના ૯૮૩ અને હોમ કવોરન્ટાઈન ભંગના ૩૯૪ તેમજ અન્ય ૪૦ મળી કુલ ૧,૪૧૭ ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ૨,૫૩૯ વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને ૬,૧૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કરવા બદલ આજદિન સુધીના ૮,૭૭૩ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો કેસઃ 6 નવા કેસ કેસ સાથે કુલ 69 પોઝિટિવ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X