ગુજરાતમાં કોરોનાનો કેસઃ 6 નવા કેસ કેસ સાથે કુલ 69 પોઝિટિવ
ગુજરાતમાં કોરોનાનો કેસઃ 6 નવા કેસ કેસ સાથે કુલ 69 પોઝિટિવ
કોરોના વાયરસની માહિતી આપતાં આરોગ્ય વિભાગના અગ્ર સચીવ ડો. જયંતિ રવિએ લોકોને ઘરમાં જ રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતુ કે, સંક્રમણ અટકાવવા સંયમ રાખવો અનિવાર્ય છે. રાજ્યમાં આજે 6 નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે. નવા કેસ મળીને રાજ્યમાં કુલ 69 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લા પ્રમાણે મળેલા કેસની જો વાત કરી એ તો, અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા, પોરબંદર જિલ્લામાં એક-એક કેસ પોઝિટિવ નોંધાયા છે. આ તમામ પૈકી 59 દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે. દુર્ભાગ્યવશ કોરાના રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે. અમદાવાદમાં 3, ભાવનગરમાં ૨ અને સુરતના ૧ કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું છે.

ક્વોરંટાઇન કરેલા બે દર્દીઓને 14 દિવસ પૂર્ણ થતા રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 18,701 લોકો હોમ ક્વોરંટાઇન, 744 સરકારી, 172 ખાનગી મળી કુલ 19,617 લોકો ક્વોરંટાઇન હેઠળ છે. કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ ૧૨૮૪ સેમ્પલ લેવાયા હતા. ૧૨૭૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું અને તેમાં ૬૯ પોઝિટિવ અને ૧૨૦૬ નેગેટિવ આવ્યા છે. તથા ૯ પેન્ડિંગ છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં 5.90 કરોડ લોકોનો સર્વે કરાયો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે તે વિસ્તારોને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટૉકોલ મુજબ સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે.
રાજ્યના જે વિસ્તારમાં પોઝીટીવ કેસ નોંધાયા છે. તેના ૩ કી.મીના પરિઘમા ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરાશે. કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમા આવતા પાંચ કી. મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે.
થેલેસેમિયાના દર્દીઓ તથા કેન્સરના દર્દીઓને સારવાર સહિત બ્લડની સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી સાથે સંકલન કરવામાં આવ્યુ છે. રેડ ક્રોસ સોસાયટી દ્વારા ૭૫૬૭૧ ૧૬૬૧૧ ટોલ ફ્રી નંબર પણ કાર્યરત કરાયો છે. તો, કેન્સરના દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે પણ ૦૭૯ ૨૨૬૮૮૦૨૮ પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની PPE કીટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પર્યાપ્ત પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈએ ગભરાવવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
