12 જાન્યુઆરી સુધી ગુજરાત પોલીસના તમામ કર્મચારીઓની રજાઓ રદ, જાણો કેમ?
ગુજરાત પોલીસ માટે મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગામી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે સઘન બનાવવામાં આવી છે.

કાયદો અને વ્યવસ્થા જાળવાઈ રહે તે હેતુથી, રાજ્યના પોલીસ વડા (DGP) દ્વારા એક વિશેષ આદેશ જારી કરાયો છે.
આ આદેશ અનુસાર, રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય 12 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે અને તે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ હોદ્દા પરના અધિકારીઓ સુધી સૌને લાગુ પડશે, જેથી સમગ્ર પોલીસ દળ સ્ટેન્ડ-ટુ રહી શકે.
નરેન્દ્ર મોદી નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં રોકાણ કરશે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. આ પ્રવાસ સોમનાથથી લઈને અમદાવાદ સુધીના અનેકવિધ કાર્યક્રમોને આવરી લેશે.












Click it and Unblock the Notifications
