Gujarat Police: શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 1.10 લાખથી વધુ ઉમેદવારો પાસ, જાણો ક્યારે યોજાશે લેખિત પરીક્ષા
Gujarat Police: ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં લેવાયેલી ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ કસોટીમાં રાજ્યભરમાંથી કુલ 1,10,665 ઉમેદવારો પાસ થયા છે, જેઓ હવે પછીના તબક્કા એટલે કે લેખિત પરીક્ષા માટે પાત્ર ઠર્યા છે.

ઉમેદવારોના આંકડા પર એક નજર
પરિણામના વિશ્લેષણ મુજબ, શારીરિક ક્ષમતાની કસોટી પાસ કરનારાઓમાં પુરુષોની સાથે મહિલા ઉમેદવારોએ પણ મોખરે રહીને બાજી મારી છે. કેટેગરી મુજબ વિગતો નીચે મુજબ છે:
ક્યારે યોજાશે લેખિત પરીક્ષા?
શારીરિક કસોટીનું પરિણામ જાહેર થતાની સાથે જ હવે ઉમેદવારો લેખિત પરીક્ષાની તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી 19 એપ્રિલ 2026ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
નોંધ: જોકે, પરીક્ષાની આ તારીખ અંગે હજુ સુધી ભરતી બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઉમેદવારોને લેટેસ્ટ અપડેટ માટે સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહેવાની સલાહ આપવામાં આવે છે.
ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ
ગ્રાઉન્ડ પર પરસેવો પાડ્યા બાદ હવે ઉમેદવારો પુસ્તકો સાથે તૈયારીમાં લાગી ગયા છે. સફળ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લેખિત પરીક્ષામાં પણ ઉચ્ચ સ્કોર મેળવવા માટે અત્યારથી જ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
