ગુજરાત પોલીસને આ મહિને પગાર મોડો મળશે, જાણો કેમ?

એક તરફ ગુજરાતમાં કાંકરિયા કાર્નિવલ, ફ્લાવર શો અને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવા ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાય છે ત્યારે બીજી તકફ રાજ્યની સુરક્ષામાં ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓને પગાર ચૂકવવા માટે ગ્રાન્ટ ન હોવાનું સામે આવ્યું છે, જેનાથી હજારો પોલીસકર્મીઓના પગાર અટક્યા છે.

મંગળવારે ગુજરાત પોલીસના એક પરિપત્ર મુજબ, પૂરતી ગ્રાન્ટના અભાવે પગાર ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે. બાળકોના અભ્યાસ, બેંકના હપ્તા અને ઘર ભાડું ભરવા અંગે ચિંતિત હજારો પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં આથી તણાવ વ્યાપી ગયો છે.

આ ગ્રાન્ટની અછતનો પ્રભાવ રાજ્યની તમામ પોલીસ કમિશનર, રેન્જ કચેરીઓ, સીઆઈડી ક્રાઈમ, ઈન્ટેલિજન્સ, રેલવે, હથિયારી એકમો, સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો સહિત તમામ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીઓના કર્મચારીઓ પર પડશે.

સૂત્રો મુજબ, ગ્રાન્ટ રિલીઝમાં થયેલા વિલંબથી પોલીસ બેડામાં ભારે રોષ અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. હવે જોવું રહ્યું, સરકાર આ મામલે કેટલી ઝડપથી કાર્યવાહી કરીને ગ્રાન્ટ રિલીઝ કરે છે અને કર્મચારીઓને રાહત આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X