ગુજરાત પોલીસ બોડીવોર્ન કેમેરાની મદદથી ગુન્હાઓનો ભેદ ઉકેલશે
ટેક્નોલોજીના વિકાસની સાથે ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો પણ ટેક્નોલોજીનો દૂર ઉપયોગ કરીને ફ્રોર્ડ આચરી રહ્યાં છે. જે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ પણ અત્યાધુનિક સ્માર્ટ ડિવાઈસની ખરીધીને ગુન્હાઓનો ભેદ ઉકેલવાનું શરૂ ક
અમદાવાદ: ટેક્નોલોજીના વિકાસની સાથે ગુન્હાહિત પ્રવૃત્તિઓ કરતા લોકો પણ ટેક્નોલોજીનો દૂર ઉપયોગ કરીને ફ્રોર્ડ આચરી રહ્યાં છે. જે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ પણ અત્યાધુનિક સ્માર્ટ ડિવાઈસની ખરીધીને ગુન્હાઓનો ભેદ ઉકેલવાનું શરૂ કર્યુ છે. ગુજરાત પોલીસ દ્વારા 50 કરોડના ખર્ચે બોડીવોર્ન કેમેરાની ખરીધી કરી છે. આ કેમેરાની મદદથી પોલીસ અધિકારી ફજ દરમિયાન બનતી ઘટનાનું લાઈવ રેકોર્ડિંગ કરી શકશે. ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને આ સ્માર્ટ ડિવાઈસ આપવામાં આવી છે. જેના કારણે હવે ગુન્હાની સાબીતી કરવામાં જરૂરી એવા પુરાવાઓ પોલીસ સળતાથી મેળવી શકશે.

કેવી રીતે કામ કરે છે સ્માર્ટ બોડીવોર્ન કેમેરા
બોડીવોર્ન કેમેરા એક સ્માર્ટ ડિવાઈસ છે જેની મદદથી પોલીસ ફરજ દરમિયાન બનતી ઘટનાનું લાઈવ ઓડિયો અને વીડિયો ફોર્મેટમાં રેકોર્ડિંગ કરી શકાય છે. આ ડિવાઈસ એક સર્વર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે.જેની કમાન્ડ પોલીસ કંટ્રોલ રુમ પાસે હોય છે. સ્માર્ટ ડિવાઈસમાં રાખેલા કેમેરાથી તમે લાઈવ રેકોર્ડિંગ સેવ કરી શકો છો. આ ડિવાઈસ જીપીએસથી સજ્જ છે જેની મદદથી પોલીસ ક્યા સ્થળ પર ફરજ કેટલા કલાકથી નિભાવી રહ્યો છે તે અંગેની માહિતી મળી શકશે. આ સ્માર્ટ ડિવાઈસને એકવાર ચાર્જ કર્યા બાદ 8 કલાક સુધી ચાલી શકે છે.
10 હજાર બોડીવોર્ન કેમેરા ખરીદનાર ગુજરાત પોલીસ દેશનું પ્રથમ રાજ્ય
ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કાયદા વ્યવસ્થા અને ગન્હાહિત પ્રવૃતિઓ ઓછી થાય તે માટે અત્યાધુનિક સ્માર્ટ ડિવાઈસની ખરીધી કરી છે. ગુજરાત પોલીસ દ્વારા 50 હજારના ખર્ચે 10 હજાર બોડીવોર્ન કેમેરાની ખરીધી કરી છે. એકસાથે આટલા બધા સ્માર્ટ બોડીવોર્ન કેમેરા ખરીદનારુ દેશનું પ્રથમ રાજ્ય બન્યુ છે. આ સાથે ગુજરાત પોલીસને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ભવિષ્યમાં ઉપયોગ કરવા માટેની પણ તૈયારીઓ દાખવી છે.












Click it and Unblock the Notifications
