For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોલીસતંત્ર-આરોગ્યતંત્રને અવરોધતાં તત્વો સામે કરાશે લાલ આંખઃ પ્રદિપસિંહ જાડેજા

પોલીસતંત્ર-આરોગ્યતંત્રને અવરોધતાં તત્વો સામે કરાશે લાલ આંખઃ પ્રદિપસિંહ જાડેજા

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પોલીસ અને આરોગ્યકર્મીઓની સેવા અવરોધતાં પરિબળોને સાંખી નહી લેવાની ચીમકી રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી છે. લોકડાઉનના પગલે પોલીસ બંદોબસ્તની સમીક્ષા દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યું હતું. પોલીસ સંયમ અને સંવેદનાથી ફરજ બજાવે છે. પરંતુ, કેટલાક લોકોના અસહકાર ભર્યા વલણના પગલે ક્યાંક કામગીરીમાં અવરોધ ઊભો થાય છે. ત્યારે, લોકોના સ્વાસ્થ્યની સલામતી માટે પોલીસ તંત્ર કડકાઈથી લોકડાઉનનો અમલ કરાવી રહ્યું છે. પોલીસની ભલમનસાઈ-સયમને હળવાશથી ન લેવા અપીલ કરી હતી.

બેજવાબદાર લોકોના કારણે થતું નુકસાન અસહ્ય

બેજવાબદાર લોકોના કારણે થતું નુકસાન અસહ્ય

નાગરિકોનો અત્યાર સુધી લોકડાઉનમાં ખૂબ સહકાર મળ્યો છે. પરંતુ, લોકો એ વાત યાદ રાખવી જોઈએ કે આ લોકડાઉન લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઇને આપવામાં આવેલું છે. પોલીસ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે અને અમુક બેજવાબદાર લોકોના કારણે સમગ્ર સમાજને નુકશાન ન જાય તે માટે પોલીસ દ્વારા લોકડાઉનનો કડક અમલ સુનિશ્ચિત કરવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

પોલીસતંત્રને પણ આપવામાં આવે છે પુરતી સુરક્ષા સામગ્રી

પોલીસતંત્રને પણ આપવામાં આવે છે પુરતી સુરક્ષા સામગ્રી

ગૃહપ્રધાને જણાવ્યું હતુ કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવુ એ આપણો પ્રથમ ધ્યેય છે. આ માટે પોલીસને જો કડકાઈ કરવી પડે તો કરશે. ગુનાઓ પણ દાખલ કરાશે પરંતુ કોઇપણ સંજોગોમાં મહાસંકટ ને હરાવવા માટે પોલીસ ખડેપગે રહેશે. પોલીસ જવાનોને આપવામાં આવતી સવલતો અંગે જણાવ્યું કે, તમામ પોલીસ પોઈન્ટ ઉપર જે પોલીસ જવાનો ફરજ બજાવે છે તેમને તેમની સુરક્ષા માટે માસ્ક, હાથમોજાં, સેનીટાઇઝર વગેરે આપવામાં આવેલા છે અને જરૂર પડ્યે વધુ આપવામાં આવશે.

કોરોના મહામારી સામે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

કોરોના મહામારી સામે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી

સમગ્ર રાજ્યમાં સી.સી.ટી.વી. નેટવર્ક છે તેના દ્વારા પોલીસ નજર રાખી રહી છે. ડ્રોનની મદદથી પણ સમગ્ર રાજ્યમાં આ બાબતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે લોકો અંદરના ભાગે ગલીના ભાગે ભેગા થાય છે તેને પણ ઓળખી કાઢવામાં આવે છે. પેરા મિલેટ્રીની પાંચ કંપની પણ આપવામાં આવી છે. જેનો ઉપયોગ ક્લસ્ટર ક્વોરન્ટીન ક્ષેત્રમાં કરવામાં આવ્યો છે. કોરોના મહામારીને હરાવવા માટે સોશિયલ ડિસ્ટંન્સીંગ આવશ્યક છે. માટે આ લોકડાઉનમાં પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી.

અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર

અમદાવાદનો કોટ વિસ્તાર બફર ઝોન જાહેર

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસાનું સંક્રમણ વધે નહીં તે માટે શહેરના કોટ વિસ્તારને બફર-ઝોન જાહેર કરાયો છે. આ વિસ્તારમાં ચોવીસ કલાક સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓની પણ સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે ગૃહરાજ્ય મંત્રીશ્રીએ શહેરના અનેક વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈ પોલીસકર્મીઓને સેનેટાઈઝર, માસ્ક ઉપરાંત ભોજન તથા રહેઠાણ સુવિધાનું નિરિક્ષણ કર્યુ હતું. કોટ વિસ્તારમાં એન્ટ્રી-પોઇન્ટ પર ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓની સ્વાસ્થ્ય સુરક્ષા જળવાય તે માટે મહાનગરપાલિકાને ખાસ સૂચના આપી હતી.

હોટસ્પોટ કલોલના રાંચરડા ગામમાંથી તમામ 42 રીપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારોહોટસ્પોટ કલોલના રાંચરડા ગામમાંથી તમામ 42 રીપોર્ટ નેગેટિવ આવતાં તંત્રને હાશકારો

English summary
gujarat police will take tough action offender to police and heath service
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X