ગુજરાત ચૂંટણી : મતદાર જાગૃતિ માટે વડોદરામાં મેરેથોન!

vote
વડોદરા, 2 ડિસેમ્બર : આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરે અને મતદાન કરવા આગાળ આવે તેવો મેસેજ આપવા માટે ગુજરાતના વડોદરા શહેરમાં અનોખો જાગૃતિ પ્રયાસ યોજવામાં આવશે. મતદાર જાગૃતિ માટે વડોદરામાં 9 ડિસેમ્બરે મેરેથોન દોડ યોજાવાની છે.

સામાન્ય રીતે સ્વાસ્થ વધારવાના સંદેશા કે વાહનોના ઉપયોગ ને બદલે પૈદલ ચાલવાનો મેસેજ આપવા માટે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવતું હોય છે. પણ આ વખતે મતદારોને જાગૃત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે જિલ્લા કલેક્ટર વિનોદ રાવે જણાવ્યું કે "અંદાજે 1000 જેટલા અગ્રણી દોડવીરો 'સિટી રન્સ હેલ્થી ડેમોક્રસી' નામથી યોજવામાં આવેલી મેરેથોનમાં ભાગ લેશે. આ રેલીમાં જાણીતા યુથ આઇકોન્સ પણ ભાગ લેશે."

ગુજરાતમાં 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP)નો આરંભ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ વડોદરા જિલ્લાની તમામ 13 બેઠકો પર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X