ગુજરાત : પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પુત્રવધૂના પુનર્લગ્નમાં 100 કરોડનું કરિયાવર આપ્યું

પોરબંદર, 26 સપ્ટેમ્બર : આજે 26 સપ્ટેમ્બર, 2014 શુક્રવારના રોજ પોરબંદરના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિધવા પુત્રવધૂ મનીષાના પિતા બનીને ધામ ધૂમપૂર્વક તેના પુનઃલગ્ન કરાવ્યા છે. વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવીને તેમણે આજે પણ સંકુચિત અને રૂઢિવાદી સમાજ માટે ઉદાહરણીય અને પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.

વાત એટલા માટે પણ મહત્વની છે કે વિઠ્ઠલ રાદડિયાએ માત્ર લગ્ન નથી કરાવી આપ્યા. તેમણે એક પિતાને દીકરી માટે હોય તેટલા જ ઉત્સાહ અને પ્રેમથી રૂપિયા 100 કરોડનું કરિયાવર પણ આપ્યું છે.

રાદડિયાઓ પોતાના સ્‍વર્ગસ્થ પુત્ર કલ્‍પેશના ભાગે આવતી આશરે 100 કરોડની મિલ્‍કત પુત્રવધૂના કરિયાવરમાં આપી છે.

વિઠ્ઠલ રાદડિયાએ અન્ય શું શું કરિયાવરમાં આપ્યું છે તે જાણવા આગળ ક્લિક કરો...

સુરતમાં કરોડોનો બંગલો આપ્યો

સુરતમાં કરોડોનો બંગલો આપ્યો


રૂપિયા 100ની મિલકતમાં સ્‍વ. કલ્‍પેશ માટે સુરતમાં નવનિર્મિત કરોડો રૂપિયાનો બંગલો પણ પુત્રવધુને લગ્નપ્રસંગે ભેટ આપી દીધો છે.

(તસવીરમાં પુત્રવધૂ મનીષા, પુત્ર કલ્પેશ અને વિઠ્ઠલ રાદડિયા)

200 વીધા ખેતીલાયક જમીન

200 વીધા ખેતીલાયક જમીન


જેતપુર તાલુકાના જાંબુડી ગામે વિઠ્ઠલભાઈના પુત્ર સ્‍વ.કલ્‍પેશની માલિકીની 200 વીઘા ખેતીની જમીન પણ પુત્રવધુ મનીષાને લગ્ન પ્રસંગે આપી દીધી છે.

મનીષાબેન નાની વયે વિધવા બન્‍યા

મનીષાબેન નાની વયે વિધવા બન્‍યા


વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર કલ્‍પેશનું અવસાન થોડા સમય પહેલા જ થયું હતું. જેના કારણે તેમના પત્ની મનીષાબેન નાની વયે વિધવા બન્‍યા હતા.

(તસવીરમાં મનીષા અને સ્વ. કલ્પેશના સંતાનો)

સંતાનો માતા પાસે રહશે

સંતાનો માતા પાસે રહશે


મનીષાને સ્‍વ.કલ્‍પેશથી 5 વર્ષનો એક પુત્ર અને 3 વર્ષની પુત્રી છે.

પુનર્લગ્ન ક્યાં કરાવ્યા?

પુનર્લગ્ન ક્યાં કરાવ્યા?


વિઠ્ઠલ રાદડિયાએ પિતા બનીને દીકરી મનીષા માટે જામકંડોરણાના સામાન્‍ય પરિવારના અમૃતભાઇ ચોવટીયાના પુત્ર હાર્દિકને શોધી કાઢ્યો હતો.

લગ્ન બાદ ક્યાં રહેશે મનીષા?

લગ્ન બાદ ક્યાં રહેશે મનીષા?


આજે તેની સાથે પુનઃ લગ્ન કરાવ્યા છે. લગ્ન બાદ મનીષા અને હાર્દિક સુરતમાં નવા બંગલામાં સ્‍થાયી થશે.

સમાજમાં ઉદાહરણીય કામ

સમાજમાં ઉદાહરણીય કામ

રાદડિયાએસંકુચિત અને રૂઢિવાદી સમાજ માટે ઉદાહરણીય અને પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X