For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ગૌરવ યાત્રા ઝાંઝરકાથી શરૂ થઇ, ગૃહમંત્રી અમિત શાહે કરાવ્યું પ્રસ્થાન

ગુજરાત રાજ્યમાં પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ડબલ અન્જિનની સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુધી પહોંચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ 12 ઓકટોબરથી થયો છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં પેજ સમિતિના પ્રણેતા અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શનમાં ડબલ અન્જિનની સરકારે કરેલા વિવિધ પ્રજાલક્ષી કાર્યોનો હિસાબ જન જન સુધી પહોંચાડવા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ 12 ઓકટોબરથી થયો છે.

આજે ગૌરવ યાત્રા સંત સવૈયાનાથજી, ઝાંઝરકાથી સોમનાથથી પ્રારંભ થશે. આ યાત્રાને દેશના ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ યાત્રા 2 જિલ્લામાં અને 3 વિધાનસભામાં આશરે કુલ 125 કિમીનો પ્રવાસ કરશે. જેમાં કુલ 9 સ્વાગત અને 3 જાહેરસભા યોજવામાં આવશે.

આ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ તેમજ રાજ્યના મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીયમંત્રીઓ ડૉ. મનસુખ માંડવીયા, ડૉ. મહેન્દ્રભાઇ મુજપરા, અર્જૂનરામ મેઘવાલ અને પાર્ટીના વરિષ્ઠ નેતાની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ ડૉ. મહેન્દ્ર મુજપરા, ડૉ. મનુખ માંડવીયા, અર્જૂનરામ મેઘવાલ, ધારાસભ્ય અને પૂર્વ રાજ્યનમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ રાજ્ય સભાના સાંસદ શંભુનાથ ટુંડિયાએ પ્રાસંગિક સંબોધન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સહકારીતામંત્રી અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા ગુજરાતની 182 વિધાનસભા બેઠકોને ખુંદીને ગુજરાતના ઘરે ઘરે જન જન સુઘી જઇ ભાજપની ભરોસોની સરકારનો હિસાબ આપવાનું કામ કરશે. કોંગ્રેસે જનતાને વિજળી, પાણી, ઉદ્યોગોથી ગુજરાતને વંચિત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા હતા.

કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસમાંથી 200 દિવસ કરફ્યું રહે તે પ્રકારની વ્યવસ્થાએ કોંગ્રેસે કરી હતી. કારણ કે, કોંગ્રેસ માનતુ હતું કે, જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે, ત્યા સુધી કોંગ્રેસને તકલીફ નહી રહે, પરંતુ જનતાએ ભાજપને 20 વર્ષથી આશિર્વાદ આપી રહી છે અને ભાજપની સરકારમાં કરફ્યુંનું નામ અને નિશાન નથી.

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી, વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો

ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી, વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો

ભાજપ સરકારે કેટ કેટલાય ચમરબંધીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી,વિકાસ, સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો હતો. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં ધમ ધમે છે.

આપણું અમદાવાદ સ્પોર્ટ સિટી બન્યુ છે. જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનાવવાનું કામ થશે.

દેશની સૌથી પહેલી ગીફ્ટ સિટી ગુજરાતમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તિર્થ સ્થાનોને ભવ્યતા અને દિવ્યતા આપવાનું કામકર્યુ છે.

25 વર્ષનું સોમનાથ અને આજનું સોમનાથ, 25 વર્ષ પહેલા અંબાજી માતાના દર્શન અને આજના દર્શન, વર્ષોથી પાવાગઢ પર માકાળીના દર્શન નહોતા થતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ભક્તોને દર્શનનો લાભ અપાવ્યો છે.

ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે

ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે

અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે જિલ્લા કે તાલુકા હોય કે વિધાનસભા કે લોકસભાની હોય તેમાંગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વિજયના આશિર્વાદ આપ્યા છે.

આવનાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાજનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને તેભરોસાને વિકાસના કાર્યો કરી રૂણ ચુકવ્યુ છે.

ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં રોકાણ કરનારની લાઇનો લાગી છે. ગીફ્ટ સિટીથીગુજરાતનો વ્યપાર ગ્લોબલ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને દુનિયાની પાંચમાં નંબરની અર્થ વ્યવસ્થા બનાવવાનુંકામ કર્યુ છે.

કોંગ્રેસીયાઓ આપણા દેશની અર્થવ્યવસ્થાને 11માં નંબરે મૂકીને ગયા હતા.અમિત શાહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ વાળા પહેલા હમેંશા ટોણાં મારતા હતા કે રામ મંદિર વહી બનાયેગે. તીથી નહીં બતાયેગે.

કોંગ્રેસવાળાને કહેજો કે તીથી આવી ગઇ, ભૂમિ પૂજન થઇ ગયુ અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગન ચૂંબી રામમંદિરના નિર્માણનીશરૂઆથ થઇ ગઇ છે.

મોદીના અથાગ પરિશ્રમથી મા નર્મદાનું પાણી ગુજરાતને મળ્યુ

મોદીના અથાગ પરિશ્રમથી મા નર્મદાનું પાણી ગુજરાતને મળ્યુ

કાશી વિશ્વનાથ, કેદારનાથ, બદ્રીધામ, ઉજૈન, પાવાગઢ, સોમનાથના યાત્રાધામ સામે કોંગ્રેસે ક્યારેય જોયુ ન હતું, પરંતુ ભારતીય જનતાપાર્ટીએ આ યાત્રાધામનો ઉદ્ધાર કરવાનું કામ કર્યુ છે. વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370 ની કલમના કારણે કાશ્મીરભારત સાથે જોડાતુ ન હતું.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 5 ઓગષ્ટ, 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝટકે કલમ 370 ને દૂર કરીનાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધુ હતું.

દેશનો ચૌમુખી વિકાસ થવાની શરૂઆત કોઇ જગ્યાએ થી થઇ હોય તો તે વર્ષ 2001માં નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યા પછી આપણાગુજરાતથી થઇ છે. ગુજરાતે ફરી નિર્ણય કરવાનો છે કે, 1990 થી ગુજરાતની જનતા એકધારી ભાજપને ઐતિહાસિક વિજય અપાવતી આવીછે અને આજે 2022ની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દનને અપીલ કરુ છું કે, આપનો ભરોસો અમારા પર રાખજો. આપના ભરાસાનેસન્માન કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. ગુજરાતમાં કોંગ્રેસીયાઓને મોકો ન મળે તેનું ધ્યાન રાખજો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર પહેલા પાણી માટે ઝઝુમતોહતો. આજે ભાજપ સરકારમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 10 હજાર ગામમાં એક લાખ 40 હજાર કિમીની પીવાના પાણીની પાઇપ લાઇનનુંઇન્ફાસ્ટ્રકચરનું કામ થયું છે. ગુજરાતમાં ભાજપની સરકારમાં મંદિરોનો વિકાસ થયો છે. કચ્છ આજે ટુરિઝમ સ્થળ તરીકે વિકસિત થયું છે.

આજે ગુજરાત વિકાસની નવી ઉચાંઇને સિદ્ધ કરી રહ્યુ છે, એટલે આ યાત્રાનું નામ ગૌરવ યાત્રા રાખવામાં આવ્યું છે, જેનું પાર્ટીના દરેકકાર્યકર્તાને ગૌરવ છે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને બીકાનેરના સાંસદ અર્જૂનરામ મેઘવાલે સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાઅથાગ પરિશ્રમથી મા નર્મદાનું પાણી ગુજરાતને તો મળ્યુ રાજસ્થાનને પણ મળ્યુ છે, તે બદલ તેમનો આભાર. ગુજરાતમાં આપણે ગુડગવર્નન્સ અને ડેવલોપમેન્ટ ના કામો થયા છે, તે જોઇ શકીએ છીએ.

મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી

મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાએ સંબોધન કરતા જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં જો વિકાસનાકાર્યોની વાત કરીએ તો એક મંત્રાલયની એક સપ્તાહ સુધી માહીતી આપી શકીએ એટલા કામો થયા છે.

કોરોના મહામારીમાં વડાપ્રધાનનરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શનમાં દેશ કોરોનાથી બચી ગયો હતો. દેશને એક નહીં બે કોરોનાની રસી નિશુલ્ક આપી હતી. પહેલા અમુકપાર્ટીના વડા મહિલા હોવા છતા મહિલાઓનુ કલ્યાણ કરી શક્યા નથી. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના સશક્તિકરણ માટે ખૂબકામ કર્યુ છે. વડાપ્રધાને મહિલાઓને ઉજ્વલા યોજના થકી ગેસનો બાટલો વિના મુલ્યે આપ્યો છે. પહેલા ગેસનું કનેકશન સાંસદ સભ્યનાક્વોટામાથી મળતું આ માટે સામાન્ય માણસની પહોંચ હોય જ નહીં, પરંતુ વડાપ્રધાને મહિલાઓને ઘરે ઘરે ગેસનું કનેક્શન આપી ઘણા કામોકર્યો છે.

આ કાર્યક્રમમાં પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં ઉર્જાનો સંચાર કરનારા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે,ગુજરાતમાં 2022 વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ગયુ છે અને ભાજપના કાર્યકરો તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસ આજે નબળી પડીગઇ છે, જેના કારણે ભાજપના કાર્યકરો અતિવિશ્વાસમાં ન રહે. પહેલા કોંગ્રેસને અન્ય રાજકીય પાર્ટી સમર્થન કરતી આજે અન્ય રાજકીયપાર્ટીઓ પણ કોંગ્રેસને સમર્થન આપતી નથી. ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી. ગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસે બેનરલગાવ્યા છે કે, કોંગ્રેસનું કામ બોલે છે, પરંતુ કોંગ્રેસ તો 27 વર્ષી સત્તામાં નથી. કોંગ્રેસનું કામ નથી બોલતું પણ કોંગ્રેસના કારનામા બોલે છે.

આપણી પેજ કમિટીની ફોજ અને બુથના કાર્યકરો અંતિમ સમય સુધી કામ કરે. ચૂંટણી સમયે ખોટી જાહેરોતો કરી ગુજરાતનું વાતાવરણડહોળવાનો પ્રયાસ કેટલીક પાર્ટી કરશે, તેમનાથી સાવચેત રહેજો. ગુજરાતની ગૌરવ યાત્રાને ગઇકાલથી જે પ્રેમ અને સમર્થન મળી રહ્યુ છે,તે દર્શાવે છે કે ભાજપના શુભેચ્છકો, કાર્યકરો સંપૂર્ણ તાકાત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વાર ઐતિહાસિક વિજય ગુજરાતનેઅપાવશે.

આ કાર્યક્રમમાં મ્રુદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આ ગૌરવ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંઅવિરત પણે ચાલી રહેલા ગુજરાતની વિકાસ યાત્રાનું સ્મરણ છે. ડબલ એન્જિનની સરકાર સૌના વિકાસ માટેની નેમ રાખે છે. ગરીબ,વંચિત, શોષિત, પીડિત, દરેક વર્ગને યોજનાના લાભ આપવાનો ભાજપ સરકારનો સેવા મંત્ર છે. ભાજપનો કાર્યકર સરકારમાં હોય કે પક્ષમાંતેમના માટે જન સેવા એ પહેલો ધર્મ છે. દેશના પ્રથમ સહકારિતા મંત્રી તરીકે સહકારથી સમૃદ્ધી તરફનો માર્ગ અમિત શાહ સાહેબે દર્શાવ્યોછે.

અમિત શાહના માર્ગદર્શનમાં મક્કમ નિર્ણયોને કારણે નળ કાંઠાનો સોર્સ વિલેજ એટલે કે સિંચાઇના પાણીથી વંચિત 32 ગામોને હવેનર્મદાનું જળ મળશે. ગુજરાતમાં થયેલા વિકાસના કાર્યોને કારણે આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ઐતિહાસિક જીત મેળવશે, તેવોવિશ્વાસ દાખવ્યો છે.

આ ગૌરવ યાત્રામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળ, પ્રદેશના ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયા, વર્ષા દોશી, ગુજરાત પ્રદેશના મહામંત્રી વિનોદચાવડા, રજની પટેલ, , પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા, આઈ કે જાડેજા સહિત રાજયનામંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લાનાસંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Gujarat Pride Yatra started from Zanzarka, Home Minister Amit Shah made the departure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X