For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત : નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જાહેર ચેતવણી

|
Google Oneindia Gujarati News

monsoon
ગાંધીનગર, 21 જૂન : ગુજરાત સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓના અધિકારીઓને સૂચના આપી છે કે ચોમાસાને પગલે જે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા જણાય તેવા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા માટે જાહેર ચેતવણી આપવી.

આ અંતર્ગત સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલની સાંકળ 274.345 કિલોમીટરથી 280.810 કિલોમીટર તથા સાંકળ 322.255 કિલોમીટરથી 332.095 કિલોમીટર સુધી નહેરની વચ્ચે આવતી બનાસ નદીની આજુબાજુના વિસ્તારના ગામો તથા બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર, જમનાપાદર, ઉંબરી તથા બુકોલી અને થરાદ તાલુકાના આસોદર, ઉદરાણા, ખેંગારપુરા ભલાસરા અને રાહ ગામમાંથી પસાર થાય છે.

આગામી ચોમાસા 2013 દરમિયાન નહેરમાં વરસાદી પાણી તેમજ નહેરમાં છોડવામાં આવનાર પાણી ચાર મીટરથી વધારે ઉંડાઇમાં ભરાઇને નહેરમાં વહેવાની શકયતા છે. આથી ઉપરોકત ગામોની તેમજ કેનાલ વિસ્તાધરના આજુબાજુના ગામોની જાહેર જનતાને તાકીદ સાથે સાવચેત કરવામાં આવે છે કે ચોમાસા દરમિયાન નહેરના વિસ્તારમાં અવર-જવર કરવી નહીં તેમજ નહેરના પાણીમાં પ્રવેશવું નહીં તેમજ ઢોર-ઢાખરને પણ પ્રવેશવા દેવા નહીં આવા ગેરકાયદેસર પ્રવેશને કારણે અકસ્માજત થશે તો તે માટે ખાતાની જવાબદારી રહેશે નહીં જેની સબંધિત વિસ્તારની જાહેર જનતાએ નોંધ લેવા કાર્યપાલક ઇજનેર સીપુ યોજના વિભાગ પાલનપુર દ્વારા જણાવાયું છે.

કાર્યપાલક ઇજનેર,ડીસા સિંચાઇ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ચાલુ ચોમાસા વર્ષ 2013 દરમિયાન દાંતીવાડા બંધમાં પાણી સંગ્રહ કરવામાં આવશે. બનાસ નદીના ઉપરવાસના વિસ્તા્રમાં ભવિષ્યામાં વરસાદ થાય તો નદીમાં પૂર આવે અને બંધ પૂર્ણ ભરાયા બાદ જરૂર જણાયે દાંતીવાડા બંધમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગમાં અસર થવાથી બનાસ નદીના પટમાં ખેતી કરનારા, ધોબી ઘાટવાળા, રેતી કાઢવાવાળા તેમજ નદીના આસપાસના વિસ્તાતરમાં રહેતા તેમજ અવરજવર કરનારા તમામ પ્રજાજનોને ઉંચાણવાળી સલામત જગ્યાવએ ખસી જવા તથા પોતાના ઢોર-ઢાંખરને નદીમાં ન લાવવા જણાવાયું છે.

English summary
Gujarat : public warning to people living in low lying areas
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X