ગુજરાતમાં કોંગ્રેસના મહિલા મુખ્યમંત્રી જોવા માંગુ છું :રાહુલ

રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાના ત્રીજા દિવસે તેમણે ચોટીલોના દર્શન કર્યા. આ બાદ ચોબારીમાં મહિલાઓ સાથે સંવાદ કર્યો. આ અંગે વધુ વાંચો અહીં

રાહુલ ગાંધીએ તેમના ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસની શરૂઆત ચોટીલા મંદિરના દર્શન કરીને કરી હતી. એ બાદ રાહુલે ચોબારી ગામે મહિલાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ મહિલાઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને અને તેમાં મુખ્યમંત્રી તરીકે મહિલા હોય તેવી મારી ઈચ્છા છે. આ ઉપરાંત ભાજપ અને આરએસએસ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, આરએસએસ મહિલાઓને ઘરકામમાં જ રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ મહિલાના હાથમાં સત્તા આપવા માંગીએ છીએ. ગુજરાત મુલાકાતના ત્રીજા દિવસે રાહુલ ગાંધીએ ચોટીલાથી શરૂઆત કર્યા બાદ 'યુવા રોજગાર ખેડૂત અધિકાર યાત્રા' હેઠળ આણંદપુર, બાખલવડ, જસદણ જેવા ગામોની મુલાકાત લીધી હતી.

rahul gandhi

નોંધનીય છે કે, રાહુલ ગાંધીની નવસર્જન યાત્રા છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, જેમાં રાહુલે ભાજપને નિશાન પર રાખીને અનેક વાતો જણાવી છે. ગુજરાત કોંગ્રેસ માટે પણ રાહુલ ગાંધીની આ યાત્રા ઘણી મહત્વની છે. બુધવારે યાત્રાના ત્રીજા દિવસે રાહુલ પાટીદારના માતાજી ખોડલધામની પણ મુલાકાત લેશે અને સભાનું સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, મંગળવારના જામનગરના રાહુલના પ્રવાસને પાટીદારોએ વધાવ્યો હતો. મંગળવારના રોજ જ રાજ્યની ભાજપ સરકારને અને પાટીદાર આગેવાનો વચ્ચે બેઠક પણ યોજાઇ હતી, જેનાથી પાટીદારોને ખાસ સંતોષ થયો નથી. આથી આ સભા ગુજરાત કોંગ્રેસ ઉપરાંત પાટીદારો માટે પણ મહત્વની બની રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X