Gujarat rain : ગુજરાતમાં 85 ટકા વરસાદ નોંધાયો, સરદાર જાણો સરદાર સરોવર ડેમની સ્થિતી
Gujarat rain : ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મન મૂકીને વરસ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 84 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્ય કટોકટી ઓપરેશન કેન્દ્ર ગાંધીનગરના આંકડા મુજબ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 84.45 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન મુજબ સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં 87.43 ટકા નોંધાયો છે.
ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 86.41 ટકા, કચ્છમાં 85.08 ટકા અને સૌરાષ્ટ્રમાં 83.51 ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 79.08 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના 84 ટકા સુધી ભરાઈ ગયો છે, જેમાં 2,83,431 MCFT પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,36,135 MCFT પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 78.18 ટકા છે.
હાલમાં, 67 ડેમ 100 ટકાથી વધુ ભરાઈ ગયા છે, અને 27 ડેમ 90-100 ટકા ભરાયેલા હોવાથી કુલ 94 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 27 ડેમ એલર્ટ પર અને 19 ડેમ ચેતવણી હેઠળ છે.












Click it and Unblock the Notifications
