Gujarat Rain : ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના

Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની વધુ એક શાનદાર ઈનિંગ માટે તૈયાર રહો. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

આ આગાહીમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી ખેડૂતો અને જળાશયોમાં પાણીની આવક માટે ખુશીના સમાચાર લઈને આવી છે.

Gujarat Rain

આગામી દિવસોમાં વરસાદની સંભાવના

  • ૨૬ જુલાઈ એટલે કે આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસશે. ખાસ કરીને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
  • ૨૭ જુલાઈએ ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ દિવસે સાવચેતી રાખવી જરૂરી છે.
  • આગામી ચાર દિવસ સૌરાષ્ટ્ર વરસાદની સંભાવના છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર જોવા મળશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ ૫૫.૨૬ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

  • કચ્છ રીજીયન: સૌથી વધુ ૬૪ ટકા વરસાદ સાથે કચ્છ આગળ છે.
  • દક્ષિણ ગુજરાત: ૫૯.૧૧ ટકા વરસાદ નોંધાયો છે.
  • ઉત્તર ગુજરાત: ૫૪.૦૪ ટકા વરસાદ થયો છે.
  • સૌરાષ્ટ્ર: ૫૪.૦૨ ટકા વરસાદ નોંધાયો છે.
  • પૂર્વ મધ્ય ગુજરાત: ૫૧.૬ ટકા સરેરાશ વરસાદ સાથે સંતોષકારક સ્થિતિ છે.

ચોમાસાની આ સારી શરૂઆતને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની સંગ્રહ ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

સરદાર સરોવર ડેમ : હાલ સરદાર સરોવર ડેમમાં તેની કુલ ક્ષમતાના ૫૯.૪૨ ટકા જેટલો જળસંગ્રહ થયો છે, જે રાજ્ય માટે જીવાદોરી સમાન છે.

અન્ય જળાશયો : રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ૩,૪૦,૮૧૭ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના ૬૧.૦૬ ટકા જેટલો છે.

આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને જોતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જળાશયોમાં પાણીની સારી આવકને કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા હળવી થશે તેવી આશા છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સમયે સાવચેતી રાખવા પણ અપીલ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X