Gujarat Rain : ગુજરાતમાં સરેરાંશ 90 ટકા વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ
Gujarat Rain : ગુજરાતમાં આ વર્ષનું ચોમાસું લગભગ પૂરું થવા આવ્યું છે અને આંકડા દર્શાવે છે કે રાજ્યમાં સરેરાશ 89.92 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આ આંકડો છેલ્લા 10 વર્ષની સરેરાશના લગભગ 90 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં 250 મિમી નોંધાયો છે.

જો ઝોન પ્રમાણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 93.70 ટકા વરસાદ સાથે સૌથી વધુ મેઘમહેર થઈ છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 84.29 ટકા વરસાદ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે. આ સિઝનમાં રાજ્યનો કુલ વરસાદ 792.93 મિમી નોંધાયો છે.
મહિના અનુસાર વરસાદ
- જૂન : 303.09 મિમી
- જુલાઈ : 251.84 મિમી
- ઓગસ્ટ : 238 મિમી
રાજ્યના 24 જિલ્લાઓ અને 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં એક પણ તાલુકો કોરો રહ્યો નથી. ઉલ્લેખનીય છે કે, નેત્રંગ, ડોલવણ અને ઉમરપાડા જેવા કેટલાક તાલુકાઓમાં તેમના સરેરાશ વરસાદ કરતાં પણ ઘણો વધારે વરસાદ પડ્યો છે.












Click it and Unblock the Notifications
