Gujarat Rain : ગુજરાતમાં સરેરાશ 75%થી વધુ વરસાદ, 70 ડેમ હાઈ એલર્ટ પર
Gujarat Rain : ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 75 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 78.99 ટકા નોંધાયો છે, ત્યારબાદ કચ્છ (78.81 ટકા) અને સૌરાષ્ટ્ર (76.36 ટકા) છે. ઉત્તર ગુજરાતમાં 74.67 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.97 ટકા વરસાદ નોંધાયો છે.

રાજ્યના ડેમમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે વધ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 79.37 ટકા ભરાયેલો છે.
આ ઉપરાંત રાજ્યના કુલ 206 ડેમમાંથી 55 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે, જ્યારે 66 ડેમ 70 ટકાથી 100 ટકા ભરાયેલા છે.વધેલા જળસ્તરને કારણે, 70 ડેમ હાઈ એલર્ટ પર છે.
આ ઉપરાંત 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. આ પગલાં કોઈપણ સંભવિત જોખમને પહોંચી વળવા માટે લેવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં 13 ઇંચથી વધુ અને કેશોદમાં 11 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પોરબંદર અને નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે.












Click it and Unblock the Notifications
