Vadodara : વડોદરામાં વિશ્વામિત્રી ગાંડીતૂર, ઘરોમાં પાણી ઘુસ્યા
ભારે વરસાદને કારણે ગુજરાતમાં પૂરનો માહોલ છે. ગુજરાતની નદીઓ ગાંડીતુર બની છે ત્યારે વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ઘુસ્યા છે.
સતત ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર 10-12 ફૂટ સુધી પહોંચી ગયું છે.

ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં વડોદરા વિશ્વામિત્રી નદી તેના ખતરાના નિશાનથી 12 ફૂટ ઉપર વહી રહી છે અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણ રીતે ડૂબી ગયા છે.
તેમણે કહ્યું કે, નદીના બંને કાંઠે પૂરની સ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર 10-12 ફૂટ સુધી પહોંચી ગયું છે. જણાવી દઈએ કે, અત્યાર સુધીમાં 5,000 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી ખસેડવામાં આવ્યા છે. 1200 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં સ્થિતિ નિયંત્રણમાં આવી શકે છે. તેમણે કહ્યું કે ભારે વરસાદને કારણે સમગ્ર ગુજરાત પ્રભાવિત થયું છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધવાને કારણે વડોદરામાં પૂર આવ્યું છે.












Click it and Unblock the Notifications
