Gujarat rain : ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat rain : જાણીતા હવામાનવિજ્ઞાની અંબાલાલ પટેલે ગુજરાતમાં આવતા દિવસોમાં વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા છે, જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ લાવશે. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

અંબાલાલ પટેલ અનુસાર 17 અને 18 જુલાઈના રોજ ચોમાસાનું જોર થોડું ઘટી શકે છે, જ્યારે જુલાઈના અંતમાં બીજી સિસ્ટમ સર્જાઈ શકે છે. 22થી 30 જુલાઈ વચ્ચે રાજ્યમાં એક મજબૂત સિસ્ટમની રચના થવાની આશા છે, જેના કારણે 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ સમયે નર્મદા અને સાબરમતી નદીઓ બે કાંઠે વહેવાની શક્યતા છે.
18 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદ થોડા સમય માટે વિરામ લઈ શકે છે, પરંતુ 22 જુલાઈથી હવામાન ફરી પલટાઈ શકે છે અને 24થી 30 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
હાલમાં રાજ્યના 7થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. 12 જુલાઈના રોજ મહીસાગર, દાહોદ, ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ છે.
આ ઉપરાંત, 13 થી 15 જુલાઈ દરમિયાન પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી રહેશે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
રાજ્યમાં આવનારા દિવસોમાં લોકો અને ખેતી બંને માટે વરસાદ મહત્ત્વનો સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
