Gujarat rain forecast : ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat rain forecast : ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ મોટી આગાહી કરી છે.

આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદની શક્યતા છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

Gujarat rain forecast

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.

ખાસ કરીને 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વરસાદ બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને કારણે આવશે.

હવામાન વિભાગે પણ આ આગાહીને સમર્થન આપ્યું છે. વિભાગે જણાવ્યું છે કે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને સાથે જ બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બની છે, જેના કારણે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં પણ પવનની ગતિ તેજ રહેવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

  • દક્ષિણ ગુજરાત: 67.11 ટકા
  • કચ્છ: 64.16 ટકા
  • ઉત્તર ગુજરાત: 65.47 ટકા
  • પૂર્વ-મધ્ય ગુજરાત: 64.87 ટકા
  • સૌરાષ્ટ્ર: 55.11 ટકા

આ આંકડા દર્શાવે છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં હજુ પણ સરેરાશથી ઓછો વરસાદ નોંધાયો છે. આગામી વરસાદ આ વિસ્તારોની પાણીની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ થશે તેવી આશા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X