Gujarat rain forecast : ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં તુટી પડશે
Gujarat rain forecast : છેલ્લા મહિનાથી રાહ જોવડાવી રહેલો વરસાદ હવે ફરીથી એન્ટ્રી કરવા તૈયાર થઈ રહ્યો છે. ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર શરૂ થવા જઈ રહી છે.
આગામી 24 કલાકથી જ રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થશે. સૌથી પહેલા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ત્યારબાદ રાજ્યના અન્ય ભાગો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે.
હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ થવાની સંભાવના છે, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે, જે સ્થાનિક નદીઓ અને જળાશયોના જળસ્તરમાં વધારો કરી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર એરિયા અને તેની સાથે જોડાયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આ વરસાદી સિસ્ટમ માટે મુખ્ય કારણભૂત છે. આ સિસ્ટમ ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી રહી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.
આ ઉપરાંત, ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને કચ્છના વિસ્તારો પર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે, જે ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે.












Click it and Unblock the Notifications
