Gujarat Rain forecast : આગામી 7 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી

Gujarat Rain forecast : ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી પાંચ દિવસ રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે, જ્યારે 16 થી 18 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.

હાલ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને આ સિવાય બંગાળની ખાડીમાં પણ એક નવી સિસ્ટમ બનતા, ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.

Gujarat Rain forecast

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 63% વરસાદ નોંધાયો છે, જે અત્યાર સુધી સંતોષકારક રહ્યો છે.

પ્રદેશવાર વરસાદની સ્થિતી

  • દક્ષિણ ગુજરાત: સૌથી વધુ 67.11%
  • કચ્છ: 64.16%
  • ઉત્તર ગુજરાત: 65.47%
  • પૂર્વ મધ્ય ગુજરાત: 64.87%
  • સૌરાષ્ટ્ર: 55.11%

વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવક પણ સતત વધી રહી છે. ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર ડેમ 82.91% ભરાઈ ચૂક્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ સરેરાશ 67.97% પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે ખેડૂતો અને નાગરિકો માટે સારા સમાચાર છે.

આગામી દિવસોમાં આ વરસાદી સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને કયા વિસ્તારોમાં વધુ અસર કરશે, તેના પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. ખેડૂતો અને સામાન્ય જનતાને વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X