Gujarat Rain Forecast : ગુજરાતમાં વરસાદથી રાહત ક્યારે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી?

Gujarat Rain Forecast : ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક ઊંડું ડિપ્રેશન (deep depression) સક્રિય છે, જે ધીમે ધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે.

આ સિસ્ટમ હવે ગુજરાત અને રાજસ્થાનના નજીકના વિસ્તારોને અસર કરી રહી છે, જેના કારણે બંને રાજ્યોમાં ભારે પવન અને વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Forecast

આ ઊંડું ડિપ્રેશન હાલમાં દક્ષિણ-પૂર્વ પાકિસ્તાન અને કચ્છની આસપાસ કેન્દ્રિત છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યા મુજબ, આગામી સમયમાં આ સિસ્ટમ પશ્ચિમ તરફ ગતિ કરીને નબળી પડી શકે છે, પરંતુ તેની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે.

ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી
આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ (૭ થી ૨૦ સેમી) અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ (૨૧ સેમી કે તેથી વધુ) પડી શકે છે. કાલે કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
આજે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. કાલે કેટલાક સ્થળોએ છૂટાછવાયા ભારે વરસાદની આગાહી છે.

આગામી દિવસોમાં એટલે કે ૧૩ સપ્ટેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે.

આ સિવાય હવામાન વિભાગે ભારે પવન અને દરિયામાં કરંટની પણ આગાહી કરી છે. ઉત્તરપૂર્વ અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ૫૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેની ગતિ ૭૦ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે. આ ઉપરાંત દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં ૪૫-૫૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે ૬૫ કિલોમીટર સુધી પણ પહોંચી શકે છે.

૯ સપ્ટેમ્બર સુધી દરિયાની સ્થિતિ રફથી ખૂબ ખરાબ રહેેશે. માછીમારોને ૯ સપ્ટેમ્બર સુધી અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X