Gujarat Rain : ભારે વરસાદથી પીડિત ખેડૂતો માટે સરકાર સહાયની જાહેરાત કરશે? શું કહ્યું કૃષિમંત્રી રાઘવજી પટેલે?

Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. ખેતરો ધોવાઈ જતા ખેડૂકતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જવા જેવી સ્થિતી સર્જાઈ છે.

ભારે નુકસાન થવાને કારણે ખેડૂતો સરકાર પાસેથી સતત સહાયની માંગ કરી રહ્યાં છે. બીજી તરફ કૃષિમંત્રી રાધવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યુ છે.

raghvji patel

રાઘવજી પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, વરસાદને લઈ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી છે. નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યું કરી સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

ખેતીમાં થયેલા નુકસાન વિશે તેમણે કહ્યું કે, ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવવામાં આવશે. ખરાબ રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવા સૂચનાઓ અપાઈ છે.

જણાવી દઈએ કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયુ છે. મગફળી અને કપાસ જેવા પાકો ધોવાઈ ગયા છે. આ સિવાય ઘણા વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઉભા પાક સુકાઈ ગયા છે. આ જ કારણ છે કે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X