Gujarat Rain : છેલ્લા 24 કલાકમાં 195 તાલુકાઓમાં વરસાદ, ઉમરપાડા તાલુકામાં આભ ફાટવા જેવી સ્થિતી
Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની મહેર યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડ્યો છે, જ્યાં 8.11 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી ભીંજાયેલા અન્ય વિસ્તારોમાં પંચમહાલનું જાંબુઘોડા (6.89 ઇંચ), છોટાઉદેપુરનું બોડેલી (6.46 ઇંચ), અને પાવીજેતપુર (5.71 ઇંચ) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભરૂચ જિલ્લાના ભરૂચ (5.39 ઇંચ), નેત્રંગ (5.35 ઇંચ), અને અંકલેશ્વર (4.96 ઇંચ) માં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં, રાજ્યના 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને કુલ 195 તાલુકાઓમાં વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ વરસાદથી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે.












Click it and Unblock the Notifications
